સલાયામાં હોમ ક્વોરોનટાઈન અંગે કલેક્ટર-એસ.પી.નું નિરીક્ષણ

દ્વારકા તા. રપઃ કોરોના વાયરસના અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વહીવટી તંત્ર ખૂબ જ સક્રિય રીતે આ રોગને કાબુમાં લેવા કામ કરી રહ્યું છે. ત્યારે તા. ર૪-૩-ર૦ર૦ ના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પોલીસ અધિકારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી - ખંભાળીયા તથા આરોગ્ય વિભાગમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, એપેડેમિક મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, ખંભાળીયા દ્વારા હાલની કોવીડ-૧૯ અન્વયે ઈન્ટરનેશનલ અને નેશનલ ટ્રાવેલરને હોમ કવોરોનટાઈન કરવામાં આવેલ હોય, જામખંભાલીયાના સલાયા નગરપાલિકા હોમ ક્વોરોનટાઈનની કામગીરી ચકાસવા સંયુક્ત મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લામાં લાગુ થયેલ ધારા-૧૪૪ અને લોકડાઉન અન્વયે નગરપાલિકા વિસ્તારમાં લોકડાઉનનું પાલન કરતા જોવા મળ્યા હતાં. ત્યાર બાદ હોમ ક્વોરોનટાઈન કરેલ બે ટ્રાવેલરની ઘરે જઈ તપાસ કરતા તેઓના ઘરની બહાર હોમ ક્વોરોનટાઈન જોવા મળેલ અને તેઓના હાથ પર હોમ ક્વોરોનટાઈનનો સિક્કો પણ જોવા મળેલ. કલેક્ટર દ્વારા હોમ ક્વોરોનટાઈન કરવામાં આવેલા ટ્રાવેલરને પૂછપરછ કરતા તેઓને કોવીડ-૧૯ હોમ ક્વોરોનટાઈન અંગે માહિતગાર હતાં અને તેઓશ્રી કોવીડ-૧૯ ના લક્ષણો અંગે પણ માહિતગાર હતાં અને જરૃરી જણાયે કોનો સંપર્ક કરવો તે અંગે પણ માહિતગાર હોવાનું જાણવા મળ્યું હતું.

close
Nobat Subscription