જામનગરની શાહી પાઘડીમાં સજ્જવડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગવી અદા!

પ્રત્યેક ગણતંત્ર દિવસે અલગ અલગ અંદાજઃ

નવી દિલ્હી તા. ર૬ઃ આજે વડાપરધાન નરેન્દ્ર મોદી શાહી પાઘડીમાં સજ્જ થઈને આગવી અદામાં જોવા મળ્યા હતાં. આ પાઘડી જામનગરના રાજવી પરિવારે ગિફ્ટમાં આપી હોવાનું કહેવાય છે. મોદી પ્રત્યેક ગણતંત્ર દિવસે વેશભૂષાની દૃષ્ટિએ પણ અલગ અલગ અંદાજમાં જોવા મળતા હોય છે.

નરેન્દ્ર મોદીએ ૭ર મા ગણતંત્ર દિવસ સમારંભ માટે ખાસ પ્રકારની પાઘડી પસંદ કરી હતી. તેમણે આ વખતે ગુજરાતના જામનગરની ખાસ પાઘડી પહેરી છે.

જામનગરના રાજવી પરિવારની તરફથી આવી પાઘડી તેમને ગિફ્ટમાં અપાઈ હતી. મોદી દર વર્ષે ગણતંત્ર દિવસ પર અલગ પ્રકારની પાઘડી પહેરતા દેખાય છે. ગયા વર્ષે તેમણે 'બાંધણીની પાઘડી' પહેરી હતી જે કમર સુધીની હતી. કેસરિયા રંગની પાઘડીમાં પીળો રંગ પણ હતો. ર૦૧પ થી લઈ અત્યાર સુધીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ પર મોદી ખાસ પ્રકારની પાઘડીઓ પહેરતા દેખાય છે.

વડાપ્રધાન મોદી ૭ર માં ગણતંત્ર દિવસ પર જામનગરની પાઘડી પહેરતા દેખાયા. તેમણે ઈન્ડિયા ગેઈટ પર આવેલ નેશનલ વોર મેમોરિયલ જઈ વીરગતિ પ્રાપ્ત કરનાર દેશના બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી. તેમની સાથે ત્રણેય સેનાઓના પ્રમુખ પણ હાજર રહ્યા હતાં.

ગત્ વર્ષે ૭૧ મા ગણતંત્ર દિવસના અવસર પર પ્રધાનમંત્રી મોદીએ 'બાંધણી'ને પસંદ કરી હતી. કેસરિયા રંગની પાઘડીનો એક ભાગ કમર સુધી જતો હતો. ૭૦ મા ગણતંત્ર દિવસ અવસર પર પીએમ મોદીએ પીળી પાઘડી પહેરી હતી. તેમાં લીલો રંગ પણ સમાવિષ્ટ હતો અને થોડીક સોનેરી રેખાઓ પણ હતી. સાથોસાથ તેમણે સ્લીવલેસ જેકેટ અને સફેદ કૂર્તો પહેર્યો હતો, જ્યારે ર૦૧૮ ના ગણતંત્ર દિવસ દરમિયાન પીએમ મોદીની પાઘડી કેટલાંય રંગોવાળી હતી. તેમનું પોકેટ સ્કવેયર પણ મલ્ટી કલરનું હતું. મોદીએ એ વર્ષે ક્રીમ રંગનો કૂર્તો અને કાળા રંગનું જેકેટ સમારંભ માટે પસદ કર્યું હતું. ર૦૧૭ ની સાલમાં પીએમ મોદીએ પાઘડી માટે ગુલાબી રંગ પસંદ કર્યો હતો. તેમાં એક બોર્ડર હતી અને સાથોસાથ સિલ્વર રંગની પણ છાપ હતી. મોદીએ સફેદ ડોટ્સવાળા બ્લેક સ્લીવલેસ જેકેટ પહેર્યા હતાં.

close
Ank Bandh 26 January
close
PPE Kit