હાલારમાં છેલ્લા ૪૮ કલાકમાં કોરોનાના ૧૧ દર્દી નોંધાયા

જામનગરની કોવિડ હોસ્પિટલ અને કોવિડ સેન્ટરમાં મળીને કુલ ૧૦૨ દર્દી સારવાર હેઠળઃ

જામનગર તા. ર૯ઃ કોરોના વાઈરસનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં જામનગરમાં વધુ ૯ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે મળી હાલારમાં કુલ અગીયાર દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

લોકડાઉનને અનલોક કર્યા પછી જામનગરમાં કોરોના સંક્રમણ વધ્યું છે. દરમિયાન શનિવારે બપોરથી સોમવારે બપોર સુધીમાં જામનગરમાં વધુ સાત દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. જેમાં ૪પ વર્ષના મહિલા ઘાંચી ડેલી, બાપા શેઠના ડેલા પાસે, ૪પ વર્ષના પુરુષ બાપા શેઠના ડેલા પાસે, વહેવારિયા મદ્રેસા રોડ, મોટી ખાવડી સ્થિત જી.એસ.એફ.સી. કંપનીના ૪પ વર્ષના પુરુષ, મોદીવાડ, કિશાનચોકના રપ વર્ષના યુવાન, મયુરનગર, બાપા સીતારામ મઢુલી પાછળના વિસ્તારના ૪૭ વર્ષના પુરુષ, મોહનભાઈ વાડી, સાધના કોલોનીના ૪૪ વર્ષના પુરુષ અને આર્ય સમાજ પાછળના વિસ્તારના ૪ર વર્ષના મહિલા તેમજ આજ સવારે જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ પર ૬૩ વર્ષના વૃદ્ધ, અને જી.જી. હોસ્પિટલના ૨૬ વર્ષના તબીબી વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં બે દર્દીઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. જેમાં ૪૦ વર્ષના મહિલા અને નવ વર્ષની બાળાનો સમાવેશ થાય છે. આ માસી-ભાણેજ થાણા મહારાષ્ટ્રથી આવ્યા હતાં અને ક્વોરેન્ટાઈન હતાં જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ મળતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જામનગરની જી.જી. હોસ્પિટલ એટલે કે ડિસ્ટ્રીક્ટ કોવિડ હોસ્પિટલમાં કુલ ૭૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે જ્યારે ર૮ દર્દીઓ ગુલાબકુંવરબા આયુર્વેદ કોવિડ સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit