| | |

આર્થિક રિકવરી મંદ રહેશેઃ દેશની અર્થવ્યવસ્થા તળિયે જશેઃ ઈક્રા

નવી દિલ્હી તા. રરઃ રેટિંગ એજન્સી ઈક્રાના અનુમાન  મુજબ કેન્દ્ર સરકારે જાહેર કરેલું આર્થિક પેકેજ પૂરતું નથી. ઈક્રાના ઈકોનોમિસ્ટ આદિતી નાયરના અહેવાલ મુજબ આવું નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં ઘટાડા માટે લોકડાઉન, ફૂડ ચેરમેનની વિશ્વસનિયતામાં ઘટાડો અને શ્રમિકોની વતનવાપસી જેવા કારણો જવાબદાર હોવાનું તારણ નીકળી રહ્યું છે. વર્ષ ર૦ર૦-ર૧ માં દેશની અર્થવ્યવસ્થામાં પાંચ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. એવું અનુમાન છે કે દેશની આર્થિક રિકવરી મંદ રહેશે. હોટલ-રેસ્ટોરન્ટ, ઊડ્ડયન, પ્રવાસન, સિરેમિક ઉદ્યોગ, જેમ્સ-જ્વેલરી રિટેઈલ, શિપિંગ, બંદરો, મત્સ્યોદ્યોગ અને મરઘા ઉછેર, માઈક્રો ફાયનાન્સ અને ઓટો ડિલરશીપ જેવા ક્ષેત્રો પર વિપરીત અસરો પડશે. એજન્સીના તારણો મુજબ કેન્દ્ર સરકારના રૃપિયા વીસ લાખ કરોડથી વધુ રકમના આર્થિક પેકેજમાં મનરેગા, ત્રણ લાખ કરોડની ક્રેડિટ ગેરન્ટી, ગરીબો અને મજૂરોને અનાજ અને રોકડ સહાય જેવા ઉપાયો કરાયા છે, પરંતુ બે મહિના જેટલા લોકડાઉન પછી આ આર્થિક પેકેજ પૂરતું નથી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit