| | |

સેન્સેક્સમાં ૬૪૫ અને નિફ્ટી ૧૮૬ અંકનો ઉછાળો : ૩.૭ ટકાનો વધારો

મુંબઇ તા.૦૯ : શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ ૬૪૫.૯૭ અંકના વધારા સાથે ૩૮,૧૭૭.૯૫ પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે ૩૮,૨૦૯.૮૪ સુધી પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીનું ક્લોઝિંગ ૧૮૬.૯૦ અંકના વધારા સાથે ૧૧૩૧૩.૩૦ પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે ૧૧,૩૨૧.૩૦ ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સના ૩૦ માંથી ૨૨ અને નિફ્ટીના ૫૦માંથી ૩૮ શેર વધારા સાથે બંધ થયા હતા. બેન્કિંગ શેરમાં વધુ ખરીદી થઈ. એનએસઈ પર ૧૧ માંથી ૧૦ સેકટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં. બેન્ક ઈન્ડેક્સમાંસૌથી વધુ ૩.૭ ટકા તેજી આવી. માત્ર આઈટી ઈન્ડેક્સ ૦.૭૧ ટકા નુકસાનમાં રહ્યો હતો.
close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit