| | |

જિયો પ્લેટફોર્મે અગ્રણી ટેકનોલોજી રોકાણકારો પાસેથી રૃપિયા ૭૮,પ૬ર કરોડનું રોકાણ મેળવ્યું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ) અને ભારતની સૌથી મોટી ડિજિટલ સર્વિસીસ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ ('જિયો પ્લેટફોર્મ્સ') માં ટેકનોલોજી ક્ષેત્રમાં રોકાણ કરવા માટે જાણીતી વિશ્વની અગ્રણી કંપની કેકેઆર રૃપિયા ૧૧,૩૬૭ કરોડનું રોકાણ કરશે. આ કેકેઆરનું એશિયામાં સૌથી મોટું રોકાણ છે. જિયો પ્લેટફોર્મમાં ર.૩ર ટકો હિસ્સો મેળવશે. આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સનું ઈક્વિટી મૂલ્ય રૃપિયા ૪.૯૧ કરોડ થયું છે. એન્ટરપ્રાઈઝ મૂલ્ય રૃપિયા પ.૧૬ લાખ કરોડ થયું છે. ગયા મહિના દરમિયાન અગ્રણી ટેકનોલોજી રોકાણકારો ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા, જનરલ એટલાન્ટિક અને કેકેઆરએ જિયો પ્લેટફોર્મ્સમાં કુલ રૃપિયા ૭૮,પ૬ર કરોડનું રોકાણ કર્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જે આખા ભારતમાં ૩૮૮ મિલિયન સબસ્ક્રાઈબરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્પાર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફેશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોક ચેઈન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઈકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન ૩ અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે. જેમાં નાના વેપારીઓ, નાના વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશ વૃદ્ધિનો લાભ મેળવી શકે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit