| | |

જામનગર શહેરમાં આવતીકાલે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

જામનગર તા. ૯ઃ જામનગર શહેરમાં પાંચમા તબક્કાના પહેલા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન તા. ૧૦-ઓક્ટોબર-ર૦૧૯ ના કરવામાં આવ્યું છે. જેમાં વોર્ડ નં. ૧ થી ૪ સવારના ૯ થી સાંજના પ કલાક સુધી એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલમાં યોજાનાર છે.

આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા વિભાગો જેવા કે જન્મ-મરણના દાખલાઓ, લગ્ન નોંધણીના દાખલાઓ, પ્રોપર્ટી ટેક્ષના પ્રશ્નો, કારખાના લાયસન્સ ટાઉન પ્લાનીંગના પાર્ટ પ્લાન, શોપ લાયસન્સ, મા અમૃતમ કાર્ડ, મમતા કાર્ડ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસ અંગેના મુદ્દાઓ વ્યક્તિગત રીતે જે કોઈ અરજદારના લેવાના હોય તે લેવામાં આવશે. તેમજ સરકારી સેવાઓ જેવી કે આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, રેશન કાર્ડ, ક્રિમિલેયર સર્ટિફીકેટ, જાતિનો દાખલો, પીજીવીસીએલ લગતના મુદ્દાઓ, સમાજ કલ્યાણ અને પછાત વર્ગ વિભાગ હસ્તકના દાખલાઓ અને સર્ટિફીકેટ આ ઉપરાંત લેન્ડ રેકર્ડ વિભાગને લગતા મુદ્દાઓ, આધારકાર્ડ, બેંક લોન અંગે માર્ગદર્શન વિગેરે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ આસિસ્ટન્ટ કમિશ્નર (વ.) જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit