| | |

નગરની જી.જી. હોસ્પિટલમાં ર૧ દર્દીઓના રિપોર્ટ નેગેટીવઃ વધુ ર૧૦ સેમ્પલ આવ્યા

જામનગર તા. રરઃ જામનગરમાં ગઈકાલે નેપાળી યુવાન સહિતના બે દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યા પછી નેપાળી યુવાનના પિતાના સંપર્કમાં આવેલા રર લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જો કે યુવાનના પિતાનો રિપોર્ટ નેગેટીવ મળ્યો છે, તો તેના માતાનો રિપોર્ટ શંકાસ્પદ મળતા પૂનઃ રિપોર્ટ કરાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગઈકાલના બાકી ર૧ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ મળ્યો છે. તો આજે નવા ર૧૦ સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે.

જામનગરમાં એક નેપાળી યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યો હતો. આ યુવાન કોઈ ટ્રાવેલ્સ હીસ્ટ્રી ધરાવતો નથી છતાં તે ક્યાંથી સંક્રમિત થયો તે બાબતે તંત્ર પણ અવઢવમાં છે. આ યુવાનના પિતા ત્રણબત્તી વિસ્તારની એક હોટલમાં કામ કરતા હોવાથી આ વિસ્તારને ગઈકાલથી બંધ કરી દેવામાં આવ્યો છે. તો સલામતીને ધ્યાને લઈ હોટલ સંચાલક પરિવાર, તેના કર્મચારી વગેરે મળી કુલ રર ને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. જો કે યુવાનના પિતાનો રિપોર્ટ નેગેટીવ મળ્યો હોય, જુના રેલવે સ્ટેશનથી ત્રણબત્તીનો વિસ્તાર ટૂંક સમયમાં ખોલી નાખવામાં આવશે તેમ ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ ગઈકાલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામા પ્રસિદ્ધ કરી નવા કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર જાહેર કર્યા હતાં, જ્યારે ગઈકાલના બાકી ર૧ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ મળ્યા છે, જ્યારે આજે સવારે જામનગરના ૧૧, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૭૪ અને મોરબીના ૧રપ મળી ર૧૦ સેમ્પલો તપાસ માટે આવ્યા છે. હાલ જામનગરની જી.જી. હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit