કેટલાક દેશો કોરોના મહામારીનો દુરૃપયોગ કરી રહ્યા છે: ભારત

ચીન-પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર

ન્યૂયોર્ક તા.૧૫ઃ ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વગર ભારતને ગઈકાલે યુનોમાં કહ્યુ કે કેટલાક દેશો કોરોના મહામારીનો દુરૃપયોગ કરી રહ્યા છે અને આ કોવિડ-૧૯ના કહેર વચ્ચે આતંકવાદને સમર્થન આપી રહ્યા છે. જયારે ભારતે મહામારીની ઝપટે ચડેલા દેશોએ તુરત જ ચિકિત્સા સહાય અને સમર્થન આપવાની તરફેણ કરી છે. સંયુકત રાષ્ટ્ર સંઘમાં આ ટિપ્પણી યુનોમાં ભારત-સંયુકત રાષ્ટ્ર વિકાસ સહયોગ નીધિની ત્રીજી વર્ષગાંઠ નિમિતે ભારતના કાયમી પ્રતિનિધિટી.એસ.તિરૃમૂર્તિએ કરેલા સંબોધન દરમિયાન કરી હતી.

અત્રે ઉલ્લેખનીય ભારત-સંયુકત રાષ્ટ્ર વિકાસ સહાયતા નિધિની સ્થાપના અપાવતા વર્ષ-૨૦૧૭ માં થઈ હતી. અત્યાર સુધીમાં ૪૮ દેશોમાં ૫૯ પરિયોજનાઓને સમર્થન મળ્યું છે.

ટી.એસ.તિરૃમૂર્તિએ કહ્યું કે, આ સમયમાં કેટલાક દેશો વિભાજન કરી વિઘટન ફેલાવવા તથા આતંકવાદને સમર્થન આપીને આક્રમક નીતિ અપનાવવા માટે કોવિડ-૧૯ની સ્થિતિનો દુરૃપયોગ કરી રહ્યા છે. ભારત તેના જવાબમાં તરત જ કમજોર દેશોના સમર્થન માટે આગળ આવ્યું છે. આ મહામારીમાં તુરત જ ચિકિત્સાની વ્યવસ્થાઓ ઉભી કરવી જરૃરી છે. ભારતે સંઘર્ષ, સહઅસ્તિત્વ,સ્પર્ધા સહયોગ, સમાવેશ અને નિયંત્રણ પર લોકતંત્રની પ્રાથમિકતાઓના આધારે જ ઈતિહાસને અગ્રતા આપી છે.

ભારતે ચીન અને પાકિસ્તાન પર કોરોના મહામારીના સમયે સરહદે અશાંતિ સર્જીને તથા આતંકવાદને પ્રોત્સાહન કરવાની હરકતો કરવાનો પરોક્ષ આરોપ લગાવીને આયનો દેખાડયો છે. તેને ઘણા દેશોનું સમર્થન આપ્યું છે.

close
Ank Bandh
close
PPE Kit