Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ
ખંભાળિયા તા. ૫: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં જામખંભાળિયામાં ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિતે ભવ્ય એકતા યાત્રા યોજાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામખંભાળિયા નગરમાં પ્રાંત કચેરીથી નગરગેટ, બેઠક રોડ થઈને પ્રાંત કચેરી ખાતે પૂર્ણ થઈ હતી. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશને જનજન સુધી પહોંચાડવાના દેશભક્તિના ગીતો સાથે નગરના માર્ગો પરથી યોજાયેલ આ ભવ્ય 'એકતા પરેડ'ને સ્થાનિકોએ વધાવી હતી.
આ એકતા યાત્રામાં રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયા, ધારાસભ્ય મુળુભાઇ બેરા, કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કેતન.પી.જોશી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા સહિત સ્થાનિક આગેવાનો તેમજ અધિકારીઓ-કર્મચારીઓ બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial