Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-ખંભાળિયા માર્ગ ઝાંખર નજીકથી ત્રણ ડમ્પર ઝડપી લેતું ખાણ ખનીજ વિભાગ

એક બ્લેક સ્ટ્રીપ, બે ઓવરલોડ સહિતના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર જિલ્લામાં ખનીજચોરી અને બિનઅધિકૃત ખનિજ વહન સામે ખાણખનિજ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી આજે ઝાંખર પાટીયાથી પડાણા રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા કુલ ત્રણ ડમ્પર અટકાવવામાં આવ્યા હતા. જેમાં એક ડમ્પર બિન અધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતું હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય બે ડમ્પરમાં રોયલ્ટી પાસમાં દર્શાવેલી મર્યાદા કરતાં વધુ જથ્થામાં ખનિજ એટલે કે ઓવરલોડ વહન કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

ખાણખનિજ વિભાગની ટીમે ત્રણેય ડમ્પર કબજે કરી આશરે રૂ।. ૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા વાહનો તથા મુદ્દામાલનો કબજો રાજશ્રી સ્ટોન ક્રશરમાં સોંપવામાં આવ્યો હતો. આ મામલે ખાણખનિજ વિભાગ, જામનગર દ્વારા નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહી ખાણખનિજ વિભાગની ટીમના નિખીલભાઈ અને નૈતિકભાઈ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ખનિજના બિન અધિકૃત વહન અને ઓવરલોડિંગ સામે વિભાગની સતત કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh