Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનું આંદોલન પાંચમા દિવસે યથાવત

આમઆદમી પાર્ટી દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨: ખંભાળીયામાં આમઆદમી પાર્ટીના રાજય પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા ખેડૂતો તથા આપ પાર્ટીના કાર્યકરોની સાથે રાજ્ય સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, વીજ બીલો માફ કરે, સહાય અને ઘાસચારો આપવાની માંગણી સાથે હરિપર રોડ પર શરૂ કરવામાં આવેલું ધરણાંનું આંદોલન પાંચમાં દિવસમાં પ્રવેશ્યું છે.

ઈસુદાન ગઢવીએ જણાવેલ કે જામનગર, દ્વારકા, પોરબંદર સહિત રાજ્યના ૫૦ વિધાનસભા વિસ્તારો તથા ૧૦૬ તાલુકાઓમાં સરકારી નિયમ મુજબ વરસાદની ઘટ તથા દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરવાની સ્થિતિ હોવા છતાં સરકાર કરતી નથી. ઉલટાનું આ ધરણાંમાં જોડાતા મને તથા ખેડૂતોને અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોનો ચોમાસુ પાક વરસાદના અભાવે નિષ્ફળ જેવો થઈ ગયો છે. તથા વરસાદ ના પડતા શિયાળુ પાક પણ લઈ શકાશે નહીં. આવી સ્થિતિ છતાં સરકાર હજુ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી લાભો આપતી નથી. ખેડૂતોના બોર, કૂવા પણ ખાલી થઈ ગયા છે પણ તંત્ર કાંઈ કરતું નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh