જામજોધપુરમાં ચીજવસ્તુઓના વધુ ભાવ લેવાતા હોવાની ઉઠતી ફરિયાદ

જામજોધપુર તા. રપઃ દેશભરમાં ર૧ દિવસનું લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ છે.

જામજોધપુરમાં કેટલાંક વેપાીરો, શાકભાજીવાળા વધુ ભાવ પડાવતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. તંત્ર દ્વારા ચેકીંગ અને બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. આ ઉપરાંત સફાઈ કામ હાથ ધરવા પણ રજૂઆતો થઈ છે.

close
Nobat Subscription