દ્વારકામાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાશે

દ્વારકા તા. ૩ઃ દ્વારકાની લોહાણા મહાજન વાડીમાં તા. ૮-૩-ર૦ર૧ ને સોમવારે સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ વાગ્યા દરમિયાન નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ. શ્રી જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આ કેમ્પ યોજવામાં આવ્યો છે.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-દ્વારકા દ્વારા અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, માતૃશ્રી મોંઘીબેન હ. વિ.ગો.માં ચે. ટ્રસ્ટ, શ્રી જલારામ સેવા સમિતિ, લોહાણા મહાજન, શિવ-ગંગા ચેરીટેબલ ટ્રસ્ટ અને એલ.આર. ગ્રુપ-દ્વારકાના સહયોગથી આ કેમ્પ યોજવામાં યોજવામાં આવ્યે છે.

મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્પિટલ (રાજકોટ) મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા, ટીપાં, ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. વધુ વિગત માટે અશ્વિન ગોકાણી મો. ૯૮૭૯૧ ૭૭૧૪૦, દિલીપભાઈ કોટેચા (મો. ૯૮ર૪ર ૩૮૧૬૩), મુકેશભાઈ કાનાણી (મો. ૯૯૯૮૦ ર૮૩૮૦) નો સંપર્ક કરવો.

close
Ank Bandh 29 March
close
PPE Kit