| | |

ફૂટપાથ પર પાર્કીંગઃ મજબૂરી કે મન્સુફી?

જામનગરમાં ફૂટપાથ પગપાળા ચાલનારા લોકો માટે બની હતી, પરંતુ ફૂટપાથ પર હવે કારપાર્કીંગ થઈ રહ્યું છે, અને રેંકડી-પથારાવાસાઓ પણ ફૂટપાથો પર કબજો જમાવીને બેઠા છે. મોટરના પાર્કિંગમાં ભૂલથી પણ સ્કુટરનું પાર્કિંગ થઈ જાય તો રૃા. ૩૦૦ નો ચાંદલો ઉઘરાવતી ટ્રાફિક શાખાને પાર્કિંગના સ્થળોએ ફૂટપાથ પરની કારો, સ્કૂટર-સાયકલ, વાહનો, રેંકડીઓ અને પથારા દેખાતા નહીં હોય? નગરમાં પાર્કિંગની પૂરતી સુવિધા પણ ઊભી કરવી જરૃરી છે, તે પછી જ ટ્રાફિકના કાયદાનો કડક અમલ ફળદાયી બની શકે છે. કારણ કે પાર્કિંગની સુવિધાના અભાવે ફૂટપાથ પર મજબૂરીમાં પાર્કિંગ કરવું પડતું હોય છે. મનપાની દબાણહટાવ શાખા મોટા માથાઓને નડતા ફૂટપાથ પરના દબાણો હટાવીને વાહવાહી લૂંટે છે, અને મન્સૂફીથી ફૂટપાથો રોકી લેતા લોકોની લાજ કેમ કાઢે છે? સંકલિત કાર્યવાહી ક્યારે થશે? (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit