ઉમર ખાલિદ ૧૦ દિવસની રિમાન્ડ પર

નવી દિલ્હી તા. ૧૫ઃ દિલ્હી રમખાણો મામલે પૂર્વ વિદ્યાર્થી અને 'યુનાઈટેડ અગેઈન્સ્ટ હેટ' ના સહ સંસ્થામાં ઉમર ખાલિદની ધરપકડ થઈ છે અને અદાલતે તેને ૧૦ દિવસની રીમાન્ડ પર મોકલવામાં આવ્યો છે, બીબીસીના અહેવાલ મુજબ ટવીટર પર 'સ્ટેન્ડ વીથ ઉમર ખાલિદ' ટ્રેન્ડ કરી રહ્યું છે અને કેટલાક બુદ્ધિજીવીઓને આ ધરપકડને વખોડી છે. ઉમરના પિતા સૈયદ કાસિમ રસુલ ઈલ્યાસે ઉત્તરને દિલ્હી રમખાણના કેસોમાં પોલીસે ખોટી રીતે ફસાવ્યો હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ ઉમર ખાલીદની ધરપકડને ભાજપ અને કેટલાક પ્રતિષ્ઠિત નાગરિકોએ આવકારીને દેશવિરોધી પરિબળો સામે વધુ કડક કદમ ઉઠાવવાની જરૃર જણાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાત સમયે દિલ્હીમાં થયેલા રમખાણોનું ષડયંત્ર ડામવા બદલ ઉમર ખાલીદની પોલીસે ધરપકડ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit