વિવિધ રાજ્યોમાં કોરોનાની નવી લહેર ખાળવા અપાયા પ્રતિબંધાત્મક આદેશો

દેશની રાજધાનીમાં કોરોના બેકાબૂઃ કેટલાક રાજ્યોમાં ગતિ ઘટીઃ

નવી દિલ્હી તા. ર૧ઃ દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાની નવી લહેર ખાળવા કેટલાક પ્રતિબંધાતમક આદેશો અપાયા છે અને નવા નિર્ણયો અમલમાં મૂકાયા છે.

દેશના વિવિધ રાજ્યોમાં પણ કોરોના વાઈરસની નવી લહેર પર નિયંત્રણ મેળવવામાં ભરપૂર પ્રયત્નો શરૃ થઈ ગયા છે. અમદાવાદ પછી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ નાઈટ કર્ફયુ લગાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર દિલ્હી-મુંબઈ વિમાન અને રેલ સેવા રોકવા પર વિચાર કરી રહી છે. કોરોના વાઈરસના વધતા જતા કેસને જોતા હરિયાણામાં ૩૦ નવેમ્બર સુધી તમામ સકૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષકોને પણ સ્કૂલ જવા પર પ્રતિબંધ રહેશે.

મુંબઈમાં બીએમસીએ પણ ૩૧ ડિસેમ્બર સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. દેશમાં કોરોનાની ગતિ ભલે ધીમી થઈ હોય, પરંતુ રાજધાની દિલ્હીમાં રફ્તાર બેકાબૂ બની ગઈ છે. ભારતમાં કોરોના વાઈરસ સંક્રમિતોનો આંકડો ૯૦ લાખને પાર થઈ ચૂક્યો છે.

ગુરુવારે ભારતમાં કોરોનાના ૪પ હજાર ૮૮ર કેસ સામે આવ્યા. ત્યારપછી કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૯૦ લાખ ૪ હજાર ૩૬પ થઈ ગઈ. જ્યારે ગુરુવારે કોરોનાથી પ૮૪ લોકોના મોત થયા છે. કોરોના વાઈરસથી મોતને ભેટનાર લોકોની સંખ્યા ૧ લાખ ૩ર હજાર ૧૬ર થઈ ચૂકી છે અને એક્ટિવ કેસની સંખ્યા ૪ લાખ ૪૩ હજાર ૭૯૪ થઈ ગઈ છે. દેશમાં કોરોનાથી ૮૪ લાખ ર૮ હજાર ૪૦૯ લોકો સાજા થઈ ચૂક્યા છે. આઈસીએમઆરના અનુસાર ભારતમાં અત્યાર સુધી ૧ર,૯પ,૯૧,૭૮૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ફક્ત ગુરુવારે જ ૧૦ લાખ ૮૩ હજાર ૩૯૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં, તો બીજી તરફ કોરોનાને લઈને દિલ્હીનું ચિત્ર એકદમ અલગ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં શુક્રવારે આવેલા આંકડામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. દિલ્હીમાં શુક્રવારે ૬ હજાર ૬૦૮ નવા કેસ સામે આવ્યા, જેથી કોરોના સંક્રમિતોની સંખ્યા હવે પ લાખ ૧૭ હજાર ર૩૮ થઈ ચૂકી છે. ગત્ ર૪ કલાકમાં દિલ્હીમાં કોરોનાથી ૧૧૮ લોકોના મોત થયા હતાં. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી ૮ હજાર ૧પ૦ લોકોના મોત થયા છે. દિલ્હીમાં ગત્ ર૪ કલાકમાં ૮ હજાર ૭૭પ લોકો કોરોનાની સારવાર પછી સાજા થયા છે. જેથી સાજા થનારાઓનો કુલ આંકડો ૪ લાખ ૬૮ હજાર ૧૪૩ પહોંચી ગયો છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાના ૪૦ હજાર ૯૩પ એક્ટિવ કેસ છે.

close
Ank Bandh
close
PPE Kit