કોરોનાનો કહેર વધતા કેન્દ્રની ટીમ અમદાવાદમાંઃ બેઠકોનો દોર

રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી કેન્દ્રને રિપોર્ટ આપશેઃ

અમદાવાદ તા. ર૧ઃ રાજ્યમાં કોરોનાનો કહેર વધતા કેન્દ્રની એક ટીમ આજે અમદાવાદ પહોંચી છે અને બપોર પછી બેઠકોનો ધમધમાટ શરૃ થયો છે. આ ટીમ રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને કેન્દ્રને રિપોર્ટ સોંપશે.

ગુજરાતમાં વધતા જતા કોરોના કેસોને ગંભીરતાથી લઈને કેન્દ્રની એક ટીમ આજે ગુજરાત આવી પહોંચી હતી. ટીમે અમદાવાદની એસવીપી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડોક્ટરોની કામગીરીની ચકાસણી કરી હતી. બપોર પછી રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે આ ટીમ બેઠક કરીને ગુજરાતની કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરી કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને આપશે, જેના આધારે ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા માટેની ચોક્કસ ગાઈડલાઈન્સ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવશે.

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને નિયંત્રિત કરવા માટે કેન્દ્રમાંથી રાષ્ટ્રીય વિકાસ નિગમના ડાયરેક્ટર ડો. એસ.કે. સિંઘની ટીમ ગુજરાતમાં આવી પહોંચી છે. કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો. એસ.કે. સિંઘને સોંપવામાં આવી છે. ત્યારે ભારત સરકારના તજજ્ઞ ડોક્ટરોની ટીમ અમદાવાદ એસવીપી હોસ્પિટલમાં પહોંચી છે અને અમદાવાદ ઉપરાંત અન્ય મહાનગરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરશે, જેમાં કોરોનાનું ટેસ્ટીંગ વધારવા તેમજ વધતું જતું સંક્રમણ રોકવાની વ્યૂહરચના અંગે ચર્ચા-વિમર્શ થશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓને દિશાનિર્દેશ પણ આપશે.

close
Ank Bandh
close
PPE Kit