ગ્રેઈન માર્કેટ તા. ૩૦ સપ્ટેમ્બર સુધી સવારે ૮ થી બપોરે ર વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે

કોરોના સંક્રમણનો ચિંતાજનક વધારાના પગલે

જામનગર તા. ૧પઃ જામનગર શહેરમાં હાલની કોરોનાની આ પરિસ્થિતિને લઈને ધી સીડ્ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદ્મંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠાએ તમામ હોદ્દેદારો તેમજ વેપારીભાઈઓ સાથે પરામર્શ કરી વેપારીભાઈઓના અભિપ્રાય મેળવી તા. ૧૬-૯-ર૦ર૦ થી તા. ૩૦-૯-ર૦ર૦ સુધી ગ્રેઈન માર્કેટના વેપારના સમયમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે.

જે પ્રમાણે વેપારનો સમય સવારે ૮ થી ર સુધીનો રહેશે અને વેપારીઓને માલ ગમે તે સમયે ઉતારી શકશે, પરંતુ બપોરે ર વાગ્યા પછી વેંચાણ કે ડિલિવરી કરવાની રહેશે નહીં. તા. ૧-૧૦-ર૦ર૦ થી રાબેતામુજબ વેપારધંધા કરી શકાશે. જામનગર શહેર, જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક વેપારીઓને પ્રમુખ જીતુભાઈ લાલ તથા માનદ્મંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠા દ્વારા આ નિર્ણયની જાણ કરે તેમાં સહકાર આપવા અનુરોધ કરાયો છે.

સ્ટેશનરી/બુક્સના વેપારીઓનું સમર્થન

જામનગર શહેરના વિવિધ એસોસિએશન દ્વારા નક્કી થયા મુજબ તા. ૧૬/૯ થી તા. ૩૦/૯ સુધી જામનગરના તમામ સ્ટેશનરી અને બુક્સના વેપારીઓને તેમની દુકાન સવારે ૮ થી બપોરે ર વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે જામનગર બુકસેલર્સ એન્ડ સ્ટેશનર્સ મંડળે અનુરોધ કરી કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા વેપારીઓના નિર્ણયને સમર્થન આપ્યું છે.

close
Ank Bandh
close
PPE Kit