ખંભાળીયામાં સફાઈ ઝુંબેશ

ખંભાળીયા તા. રપઃ ખંભાળીયા નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર એ.કે. ગઢવીની સૂચના પ્રમાણે સમગ્ર શહેરમાં સફાઈ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. ગંદકી-કચરો દૂર કરી, દવાનો છંટકાવ વિગેરે કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત પોસ્ટરો, બેનરો, પત્રિકા વિતરણ દ્વારા જનજાગૃતિનું કાર્ય પણ થઈ રહ્યું છે.

નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ જૈમીનીબેન મોટાણી તથા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ યોગેશભાઈ મોટાણીએ ફોગીંગ મશીનથી દવા છંટકાવ કરવા રજૂઆત કરી છે.

close
Nobat Subscription