ઓખા-ગોવાહટી અને પોરબંદર- શાલીમાર વચ્ચે સ્પે. પાર્સલ ટ્રેન દોડશે

જામનગર તા. ર૯ઃ આગામી તા. ૧ જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધીમાં રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા બે સ્પેશિયલ પાર્સલ ટ્રેન દોડાવવામાં આવશે. ઓખા-ગોવાહટી અને પોરબંદર-શાલીમારની આ બે સ્પે. પાર્સલ ટ્રેન ૪૮ ફેરા કરશે.

ઓખા-ગોવાહટી ટ્રેન તા. ૧, પ, ૮, ૧ર, ૧પ, ૧૯, રર, ર૬, ર૯ જુલાઈ અને ર ઓગસ્ટના ઓખાથી સવારે ૭-૧પ કલાકે રવાના થશે અને ત્રીજા દિવસે સાંજે પાંચ વાગ્યે ગોવાહટી પહોંચશે તેમજ ગોવાહટીથી વળતા આ ટ્રેન તા. ૪, ૮, ૧૧, ૧પ, ૧૮, રર, રપ, ર૯ જુલાઈ અને ૧ તથા પાંચ ઓગસ્ટના સાંજે ચાર વાગ્યે રવાના થશે અને ત્રીજા દિવસે રાત્રે ૧-૧૦ કલાકે ઓખા પહોચંશેે.

આ ટ્રેન બન્ને તરફના માર્ગે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, છાંયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, બયાના, આગરા ફોર્ટ, ટુંડલા, કાનપુર, લખનૌ, વારાણસી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંકશન, મુઝફરપુર, કીટહાર, ન્યુ બોગાઈ ગામો અને યંગસરી સ્ટેશને ઊભી રહેશે.

તેવી જ રીતે પોરબંદર, શાલીમાર ટ્રેન કુલ ર૮ ફેરા કરશે. તા. ૧, ૩, ૬, ૮, ૧૦, ૧૩, ૧પ, ૧૭, ર૦, રર, ર૪, ર૭, ર૯ અને ૩૧ જુલાઈના સવારે ૮ વાગ્યે પોરબંદરથી રવાના થશે અને ત્રીજા દિવસે સવારે ૩-૩૦ કલાકે શાલીમાર પહોંચશે. તેમજ વળતા શાલીમારથી આ ટ્રેન તા. ૩, પ, ૮, ૧૦, ૧ર, ૧પ, ૧૭, ૧૯, રર, ર૬, ર૯, ૩૧ જુલાઈ અને ર ઓગસ્ટના રાત્રે ૧૭-પ૦ કલાકે રવાના થશે અને ત્રીજા દિવસે સાંજે ૬-રપ કલાકે પોરબંદર પહોંચશે. બન્ને તરફ આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરાર, ભુસાવળ, અકોલા, બદનેરા, નાગપુર, દુર્ગ, રાયપુર, બીલાસપુર, ઝર્સુગુડા, રૃહકેલા, અક્રધરપુર, ટાટાનગર અને ખડગપુર રેલવે સ્ટેશને ઊભી રહેશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit