ચડત ભરણપોષણના કેસમાં પતિને છ મહિનાની કેદની સજા

જામનગર તા. ૧૭ઃ જામનગરના સિક્કા ગામના એક આસામીને અદાલતે બાર મહિના સુધી ભરણપોષણ ન ચૂકવવાના ગુન્હામાં છ મહિનાની કેદની સજા ફટકારી છે.

જામનગર તાલુકાના સિક્કામાં રહેતા અસલમ હાજી નુરમામદ સંઘાર સાથે જોડિયાના રજીયાબેન અનવરભાઈના નિકાહ થયા પછી આ દંપતીને પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. લગ્ન જીવન દરમિયાન પતિએ રજીયાબેનને સગીર પુત્રી સાથે કાઢી મૂકતા રજીયાબેને ભરણપોષણ મેળવવા જોડિયાની અદાલતમાં અરજી કરી હતી. અદાલતે તે અરજી મંજૂર રાખી હતી.

આ પછી પતિ અસલમે ભરણપોષણ નહીં ચૂકવતા ચડત થયેલી રકમ વસુલ મેળવવા રજીયાબેને અદાલતમાં અરજી કરીી હતી. તે અરજીના અનુસંધાને નોટીસ મળી જવા છતાં અસલમે રકમ જમા ન કરાવતા કે અદાલતમાં હાજર ન થયા તેની સામે વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. આ અરજી ચાલી જતા અદાલતે બાર મહિનાનું ભરણપોષણ ન ચૂકવવા બદલ પતિ અસલમને છ મહિનાની કેદની સજા ફટકારી છે. અરજદારણ તરફથી વકીલ એ.પી. માંકડ, પૂજા રાઠોડ રોકાયાં હતાં.

close
Nobat Subscription