Advertisement
Author: નોબત સમાચાર

બાલાચડી સૈનિક સ્કૂલનો ૬૫મો વાર્ષિકોત્સવ ઉજવાયો

ટ્રોફી-પુરસ્કાર-ઈનામો- પ્રમાણપત્રો એનાયત કરાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: તાજેતરમાં જામનગર સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડીમાં શાળાના ઓડિટોરિયમમાં ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલમાં ૬૫મો વાર્ષિકોત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ એવા લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી (નિવૃત્ત)ઁફજીસ્, છફજીસ્, જીસ્, ફજીસ્ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહૃાા હતા. જ્યારે ધ્રોલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ગૌતમ લોદાલિયા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહૃાા હતા. કેડેટ ધન્વી અને કેડેટ પલ દ્વારા મુખ્ય અતિથિને છોડનો રોપ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો શુભારંભ 'વંદે માતરમ'ના ગાન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારપછી મુખ્ય અતિથિના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય, ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળાએ મેળવેલી વિવિધ સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા તેમજ યુવા કેડેટ્સને સશસ્ત્ર દળોમાં કમિશન્ડ ઓફિસર તરીકે જોડાવા માટે સજ્જ  કરવાની શાળાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાળા પ્રશાસન માળખાકીય સુવિધાઓના વિકાસ, શિક્ષણની નવીન પદ્ધતિઓના અમલીકરણ અને ઉપલબ્ધ સુવિધાઓના આધુનિકીકરણ દ્વારા શૈક્ષણિક તથા સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓના સ્તરને સતત ઊંચું લાવવા માટે પ્રયત્નશીલ છે.

આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ શૈક્ષણિક સત્ર ૨૦૨૫૨૬ દરમિયાન વિવિધ શૈક્ષણિક, રમતગમત અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કેડેટ્સને મુખ્ય અતિથિના હસ્તે ઈનામો, ટ્રોફીઓ અને પ્રમાણપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ રહૃાો હતો. સર્વાંગી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર હાઉસને આપવામાં આવતી પ્રતિષ્ઠિત 'કોક હાઉસ ટ્રોફી' શિવાજી હાઉસે પ્રાપ્ત કરી હતી, જ્યારે બેસ્ટ જુનિયર હાઉસ'ની ટ્રોફી અહિલ્યાબાઈ હાઉસે જીતી હતી. શૈક્ષણિક ક્ષેત્રે સીનિયર અને જુનિયર જૂથની ટ્રોફીઓ અનુક્રમે ટાગોર હાઉસ અને અહિલ્યાબાઈ હાઉસે પ્રાપ્ત કરી હતી.

આ ઉજવણીના અન્ય એક વિશેષ આકર્ષણ તરીકે મુખ્ય અતિથિના હસ્તે શાળાના વાર્ષિક સામયિક 'સંદેશક' ૨૦૨૫૨૬'ની ડિજિટલ આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સામયિકની વિષયવસ્તુ 'સશક્ત, સમર્થ, બહાદુર' પર આધારિત છે.

સભાને સંબોધિત કરતાં મુખ્ય અતિથિએ ભવ્ય વાર્ષિક ઉત્સવનું આયોજન કરવા બદલ કેડેટ્સ અને શાળાના સ્ટાફના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે તમામ પુરસ્કાર વિજેતા કેડેટ્સને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.

મુખ્ય અતિથિ પ્રત્યે સન્માન અને સ્મૃતિચિહ્ન રૂપે શાળાના આચાર્ય દ્વારા ધોરણ ૧૨ના કેડેટ ચૈતન્યએ તૈયાર કરેલું તેમનું સુંદર પોટ્રેટ ભેટ સ્વરૂપ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિંગ કમાન્ડર કે. મારુતિ દેવી (નિવૃત્ત), ઓબ્સાના પ્રમુખ હિતેન શાહ,અને ઓબ્સાના સભ્યો, કેડેટ્સના વાલીઓ તથા પરિવારજનો ઉપસ્થિત રહૃાા હતા. ઉપસ્થિત સૌએ કેડેટ્સની પ્રભાવશાળી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને વિવિધ સિદ્ધિઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે શાળાના ઉપાચાર્ય સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારીએ આભારવિધિ કરી હતી.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh