Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવરાત્રિના તહેવારોમાં કાયદો-વ્યવસ્થા જાળવા
જામનગર શહેરમાં અને જિલ્લામાં આગામી તા. ૧૧ ઓક્ટોબરના નવરાત્રિના પાવન તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી અટકે તેમજ તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનિય ઘટના 'ન' બને અને કોમી સૌહાર્દ, શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે જામનગર પોલીસ સતર્ક બની છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ડોડિયા સહિત સ્ટાફની ગત્ મોડી રાત્રે કોમ્બીંગ યોજાઈ હતી.
જેમાં સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ડોડિયા, પીએસઆઈ ડી.જી. રામાનુજ સહિત સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારો પટણીવાડ, ભોયવાડો, વાઘેરવાડો અને મીરાદાતાર વિસ્તારમાં કોમ્બીંગ કરી વાહનચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોર-વ્હીલરોમાં બ્લેક ફિલ્મ હટાવવા, બાઈકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી રોમિયોગીરી કરતા વાહનચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial