જામનગરના ત્રણ પૂર્વ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા

આગામી માસમાં જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાન થનાર છે, ત્યારે રાજકીય પક્ષોની ગતિવિધિ તેજ બની છે. તેમજ પક્ષના અદલાબદલીની પણ મોસમ પૂરબહારમાં ખીલી છે. ગઈકાલે વધુ ત્રણ પૂર્વ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતાં. જેમાંથી બે તો અગાઉ ભાજપમાં જ હતાં. જામનગર મહાનગર પાલિકાની ૧૬ વોર્ડની ૬૪ બેઠક માટે આગામી માસમાં ચૂંટણી થનાર છે, ત્યારે રાજકીય પક્ષમાં આવન-જાવન જોવા મળી રહી છે. જેમાં ભાજપે ગઈકાલે વધુ ત્રણ પૂર્વ કોર્પોરેટરોને પોતાના પક્ષમાં પ્રવેશ આપ્યો હતો. જામનગરના પૂર્વ કોર્પોરેટરો નિર્મળાબેન કામોઠી, ભારતીબેન જડિયા અને સુરેશ આલરિયાએ ગઈકાલે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાંથી ભારતીબેન અને સુરેશભાઈ તો અગાઉ ભાજપમાં જ હતાં અને સુરેશભાઈ ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે, પરંતુ તેઓ એક સમયે પક્ષ છોડી ચાલ્યા ગયા હતાં. આ ત્રણેય પૂર્વ કોર્પોરેટરોને શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરાએ ભાજપનો કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા હતાં.

close
Ank Bandh 26 January
close
PPE Kit