ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા કેસ ૬ર૪ઃ ૧૯ દર્દીઓના મરણઃ કુલ કેસ ૩૧,૩૯૭

અમદાવાદ તા. ર૯ઃ ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ઘટવાનું નામ લેતું નથી. છેલ્લા ર૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા ૬ર૪ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યાનો આંકડો ૩૧,૩૯૭ એ પહોંચ્યો છે. જ્યારે છેલ્લા ર૪ કલાકમાં ૧૯ દર્દીઓના મરણ થયા છે અને ૩૯૧ દર્દીઓ કોરોના મુક્ત થતાં તેમને ડીસ્ચાર્જ કરાયા છે.

ગુજરાતમાં હાલ ૬૭૮૦ કેસ એક્ટીવ કેસ છે. અત્યાર સુધીમાં રર,૮૦૮ દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું સૌથી જોખમી રીતે કોરોના હોટસ્પોટ બની રહ્યું છે. છેલ્લા ર૪ કલાકમાં અમદાવાદમાં ર૧૧ નવા કેસ આવ્યા છે.

જો કે, છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં નવા કેસોની સંખ્યા રપ૦ થી ઓછી આવી રહી છે. ગુજરાતના કુલ ૩૧,૩૯૭ કેસમાંથી એકલા અમદાવાદના જ કેસની સંખ્યા ર૦,૪૮૩ છે. જ્યારે ગુજરાતના કુલ ૧૮૦૯ દર્દીઓના મરણમાંથી એકલા અમદાવાદમાં જ ૧૪૮૩ દરદીઓના મરણ થયા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૩,૬૩,૩૦૬ વ્યક્તિના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit