ભારતમાં કોરોનાના પ૬૭ કેસઃ ૧૧ ના મૃત્યુઃ દેશભરમાં ર૧ દિવસના લોકડાઉનનો અમલ શરૃ

નવી દિલ્હી તા. રપઃ વડાપ્રધાને ગઈકાલે કરેલી જાહેરાત મુજબ દેશભરમાં ર૧ દિવસના લોકડાઉનનો અમલ શરૃ થઈ ગયો છે. દેશમાં પ૬૭ કેસ નોંધાયા છે, અને ૧૧ ના મૃત્યુ થયા છે. તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે લોકો નહીં માને તો ગોળી મારવાનો આદેશ આપવા ચિમકી આપી છે.

દેશના ર૪ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ કોરોના સંક્રમણના સકંજામાં આવી ગયા છે. સંક્રમિતોની સંખ્યા બુધવારે સવાર સુધી પ૬૭ થઈ ગઈ છે, અને અત્યાર સુધી ૧૧ લોકોના જી ગયા છે. તમિલનાડુના મદુરૈમાં સવારે પ૪ વર્ષિય સંક્રમિત દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. કોરોનાના સૌથી વધારે ૧૦૭ કેસ મહારાષ્ટ્રમાં છે. જ્યારે કેરળ ૧૦પ કેસ સાથે બીજા નંબરે છે. મંગળવારે અડધી રાતે આગામી ર૧ દિવસો માટે તમામ રાજ્યોમાં લોકડાઉન કરવાની વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી. આ સાથે જ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે, લોકો લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે.  અમેરિકામાં આના માટે સેના બોલાવવી પડી હતી. જો આપણા અહીંયા સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો ગોળી મારવાના આદેશ આપવા માટે મજબૂર થવું પડશે.

કોરોનાના સંક્રમણના કારણે ૧પ દિવસમાં ૧૧ લોકોના મોત થઈ ગયા છે. બુધવારે સવારે મદુરૈમાં પ૪ વર્ષિય કોરોના સંક્રમિત દર્દીનું મોત થઈ ગયું છે. તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સી. વિજય ભાસ્કરે કહ્યું કે, દર્દીને લાંબા સમયથી ફાયાબિટીસ અને બ્લડપ્રેસરની સમસ્યા હતાી.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ૬ લોકોના કોરોનાથી પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી પાંચ લોકો ઈન્દોરના અને એક ઉજ્જૈનનો રહેવાસી છે. ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્ય અને જિલ્લા સ્તરે ર૪ કલાક કામ કરવાવાળો કંટ્રોલ રૃમ બનાવવા માટે કહ્યું છે. મહાન એરલાઈન્સનું વિમાન ઈરાનના તેહરાન શહેરથી ર૭૭ ભારતીયોને લઈને દિલ્હી પહોંચ્યું છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે, રાજ્યમાં તમામ જરૃરી સામાનની દુકાનો સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધી ખુલી રહેશે. છત્તીસગઢમાં સરકારે તમામ ગરીબ પરિવારને એપ્રિલ અને મે મહિનામાં સર્વાજનિક વિતરણ પ્રણાલી હેઠળ મફત ચોખા આપવાની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશ-દિલ્હી બોર્ડર પર પોલીસની બેરકેડિંગ ચાલુ છે. પોલીસ માત્ર જરૃરી સામાનવાળી ગાડીઓને જવાની મંજુરી આપી રહી છે.

close
Nobat Subscription