સરકાર અને ટેલિકોમ કંપનીઓથી સુપ્રિમ કોર્ટ નારાજઃ આકરી ટિપ્પણી

નવી દિલ્હી તા. ૧૪ઃ અનેક એ.જી.આર. મુદ્દે સુનાવણી દરમિયાન સુપ્રિમકોર્ટે સરકાર અને ટેલિકોમ કંપનીઓ સાથે નારાજગી દર્શાવીને આકરી ટિપ્પણી કરી હતી.

૧.૪ લાખ કરોડ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) કેસમાં સુપ્રિમકોર્ટે શુક્રવારે ટેલિકોમ કંપનીઓ અને કેન્દ્રના ટેલિકોમ ડિપાર્ટમેન્ટના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રિમકોર્ટના આદેશ છતાં મોટાભાગની કંપનીઓએ બાકીની રકમ જમા કરાવી નથી. આ અંગે સુપ્રિમ કોર્ટે કંપનીઓને પૂછ્યું કે, તમારા વિરૃદ્ધ અવમાનનાની કાર્યવાહી કરવામાં આવે તો કેવું રહેશે...? સુપ્રિમકોર્ટે કહ્યું કે, 'શું આ દેશમાં કોઈ કાયદો બચ્યો નથી...? આ દેશમાં રહેવા કરતા તો સારૃં છે દેશ છોડીને જતા રહેવું જોઈએ.'

ટેલિકોમ કંપનીઓના એમ.ડી.ને ૧૭ માર્ચના રોજ હાજર થવાનો આદેશ જે ટેલિકોમ કંપનીઓ પર એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુના આધારે સ્પેક્ટ્રમ અને લાઈસન્સ ફી ના ૧.૪૭ લાખ કરોડ રૃપિયા બાકી છે, એમાંથી માત્ર રિલાયન્સ જીઓએ લગભગ ૧૯પ કરોડ રૃપિયાની બાકી રકમની ચૂકવણી કરી છે. આ અંગે જસ્ટિસ અરૃણ મિશ્રાની બેન્ચે ભારતી એરટેલ, વોડાફોન, એમટીએનએલ, બીએસએનએલ, રિલાયન્સ કોમ્યુનિકેશન, ટાટા ટેલિકોમ્યુનિકેશન્સ અને અન્ય મેનેજીંગ ડાયરેક્ટર્સને ૧૭-માર્ચે હાજર થવા માટે કહ્યું છે. દૂરસંચાર વિભાગના મહેસુલ કેસ સાથે જોડાયેલા એક ડેસ્ક અધિકારીએ ગત્ દિવસોમાં એટર્ની જનરલ અને બંધારણીય પદો પર બેઠેલા અન્ય અધિકારીઓને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના આગામી આદેશ સુધી ટેલિકોમ કંપનીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે, ભલે તેઓ એજીઆર કેસમાં બાકીની ચૂકવણી કરે કે ન કરે.

સુપ્રિમકોર્ટે અધિકારીને કહ્યું કે, એક કલાકમાં આદેશ પાછા લઈ લો, આ અંગે સુપ્રિમકોર્ટે કહ્યું કે, જ્યારે અમે પહેલા જ ટેલિકોમ કંપનીઓને ચૂકવણીનો આદેશ આપી ચૂક્યા છીએ, તો કોઈ ડેસ્ક અધિકારી આવો આદેશ કેવી રીતે આપી શકે છે...? અમને નથી ખબર કે માહોલ કોણ બગાડી રહ્યું છે. શું દેશમાં કોઈ કાયદો જ વધ્યો નથી...? કોઈ અધિકારી કોર્ટના આદેશ વિરૃદ્ધ જવાની હિંમત કરી શકે છે તો કોર્ટને તાળા લગાવી દેવા જોઈએ. સુપ્રિમકોર્ટે ચેતવણી આપી કે જો કોઈ અધિકારીએ એક કલાકની અંદર આદેશ પાછો ન લીધો તો તેને જેલમાં ધકેલી દેવાશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit