જામનગર તા. ૩ઃ જામનગરમાં મિશ્ર વાતાવરણ વચ્ચે હવે ધીમે-ધીમે ઉનાળાનો પગરવ થઈ રહ્યો છે. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ૧૮ ડીગ્રી જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૩.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. નગરમાં ઠંડી અને ગરમીભર્યા મિશ્ર વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રીથી વધુ રહેતા હવે ધીમે-ધીમે ઉનાળાઓ પગરવ થઈ રહ્યો છે. બપોરે લોકો હવે વધારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧૪ ટકાના ઘટાડા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.