ખંભાળીયાના કોંગ્રેસના ધારાસભ્યના પીએના ત્રાસ અંગે પાઠવાયું આવેદન

ખંભાળીયા તા. ૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના રેટા કાલાવડ ગામે કુંતીબેન અરજણભાઈ કારાવદરાને ભાણવડ ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમના પી.એ. રામશીભાઈ  મારૃ તથા તેમના ટેકેદારોના ત્રાસ અંગે તેમને સરકારી ખર્ચે પોલીસ રક્ષણ તથા હથિયાર પરવાનો આપવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.

અગાઉ રામશીભાઈ મારૃએ અરજદારની માલિકીની જમીનમાં રસ્તા અંગે નવો હક્ક ઉભો કરવા તજવીજ કરી પરેશાની કરી હતી. આ પછી રામશીભાઈ તથા તેમના મળતીયાઓએ જમીન અંગે કૌભાંડો કર્યા હોય તે કહેવાતા કૌભાંડ બહાર આવે તે માટે તેમના પુત્રને ધાકધમકી આપી હતી. આ લોકોના ભયથી આત્મરક્ષણ માટે હથિયારની માંગણી પણ જિલ્લા તંત્રને કરવામાં અવી છે.

તા. રર-૩ ના ધારાસભ્ય વિક્રમભાઈ તથા અન્યએ ઉપવાસ આંદોલન કરીને તંત્ર દ્વારા તેમના પર જમીન પર દબાણ કરે છે, તેવું જણાવ્યું હતું ખરેખર માપણી કાયદેસર કરવામાં આવે તો અમારી કાયદેસરની જગ્યા જ છે. જો દબાણ નીકળે તો જમીનનો હક્ક જતો કરવા તૈયાર છીએ. આ જગ્યા પાસે રસ્તાનું દબાણ એક આસામીએ કર્યુ છે. જેની વારંવાર ફરિયાદ છતાં હજુ કંઈ પગલા લેવાયા નથી.

ભાણવડના નાના એવા રેટા કાલાવડમાં આ મુદ્દે થતી કાર્યવાહી સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બની છે.

ગ્રામજનો તથા આગેવાનો પણ આવેદનપત્ર આપવા સમયે જોડાયા હતાં.

close
Ank Bandh 29 March
close
PPE Kit