સૌરાષ્ટ્ર-કચ્છના એંસી હજાર પશુપાલકોને માહી કંપનીએ આપ્યું રૃપિયા ત્રીસ કરોડનું પ્રોત્સાહન

રાજકોટ તા. રપઃ સૌરાષ્ટ્ર-કચ્છના ૮૦ હજાર પશુપાલકોને માહી કંપનીએ વધારાનું રૃા. ૩૦ કરોડનું પ્રોત્સાહન આપતા પશુપાલકોમાં આનંદ ફેલાયો છે.

દર વર્ષે માહી મિલક પ્રોડ્યુસર કંપની તેના સભાસદ પશુપાલકોને પ્રોત્સાહન રકમની ચૂકવણી કરી રહી છે. ચાલુ વર્ષે પણ માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની દ્વારા ૩૦ કરોડ રૃપિયા જેટલી રકમ પ્રોત્સાહનરૃપે ચૂકવી દેવાતા સૌરાષ્ટ્ર-કચ્છના અંદાજે ૮૦ હજાર જેટલા પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કંપનીએ ઉનાળાના સમયમાં કંપની સાથે જોડાયેલા રહી દૂધ ભરનાર દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર રૃા. ૧ નું વધારાનું ઈન્સેન્ટીવ ગત્ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ચૂકવ્યું છે.

ચાલુ વર્ષે માહી મિલ્ક પ્રોડ્યુસર કંપનીના નિયામક મંડળે લિટર દીઠ રૃપિયા ૦.૮૦ લેખે વાર્ષિક પ્રોત્સાહનની રકમ ચૂકવવા પર મંજૂરીની મહોર મારતા કંપનીમાં વાર્ષિક દૂધ આપૂર્તિના માપદંડોનું પાલન કરનારા અંદાજે ૮૦ હજાર જેટલા પશુપાલકોને ઉનાળુ અને વાર્ષિક પ્રોત્સાહન વળતરરૃપે ૩૦.૦પ કરોડ રૃપિયા ચૂકવવામાં આવ્યાં છે.

કંપનીએ ચાલુ વર્ષે કંપનીના સભાસદ પશુપાલકોને સમગ્ર વર્ષ દરમિયાન દૂધના સરેરાશ ભાવ ૪.૮ર રૃપિયા પ્રતિ લિટર વધુ ચૂકવ્યા છે. આમ છતા કંપનીએ વાર્ષિક દૂધ આપૂર્તિના માપદંડોની પૂર્તિને ધ્યાને રાખી દૂધ ઉત્પાદકોને વાર્ષિક ધોરણે ઈન્સેન્ટીવની ચૂકવણી કરતા સૌરાષ્ટ્ર-કચ્છના અંદાજે ૮૦ હજાર દૂધ ઉત્પાદક સદસ્યોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સાથે-સાથે ઉનાળામાં દૂધ આપૂર્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી ગત્ વર્ષની જેમ જ ચાલુ વર્ષે પણ કંપનીનના નિયામક મંડળ દ્વારા ઉનાળાના સમયમાં પણ એટલે કે, એપ્રિલ-ર૦૧૯ થી જુલાઈ-ર૦૧૯ દરમિયાન કંપનીમાં દૂધ ભરનાર દૂધ ઉત્પાદક સભ્યોને પ્રતિ લિટર રૃા. ૧/- પ્રોત્સાહનની રકમ અલગથી ચૂકવવાનો નિર્ણય કરી ઉનાળુ પ્રોત્સાહનની રકમ પણ વાર્ષિક પ્રોત્સાહનની રકમ સાથે પશુપાલકોના એકાઉન્ટમાં સીધી જમા આપી દેતા પશુપાલકોનો આનંદ બેવડાઈ ગયો છે, કારણ કે પશુપાલકોને પ્રોત્સાહનની રકમ પેટે કુલ ૩૦.૦પ કરોડ રૃપિયા તેમના સીધા બેંક એકાઉન્ટમાં ચૂકવ્યા છે.

close
Nobat Subscription