ખંભાળીયામાં બંધ ઓઈલ મીલના તાળા તોડી કરાયો ગેરકાયદે પ્રવેશ

જામનગર તા. ૧ઃ ખંભાળીયામાં આવેલી એક બંધ ઓઈલ મીલના માલિકી હક્ક માટે અદાલતમાં કરવામાં આવેલો દાવો પેન્ડીંગ છે તે દરમ્યાન તેનો સોદો કરી લેનાર જામનગરના ત્રણ પુત્ર-પિતા મળી કુલ છ શખ્સોએ બંધ ઓઈલ મીલના મુખ્ય દરવાજા, ઓફિસના તાળા તોડી ગેરકાયદે પ્રવેશ કરતા મીલના હાલના કબજેદારે પોલીસનું શરણું લીધું છે.

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તાર સામે આવેલી ગોલ્ડન સિટીમાં વસવાટ કરતા ગુલાબરાય વિઠ્ઠલદાસ લોહાણાની માલિકીનું ખંભાળીયા જડેશ્વર ટેકરી પાસે જય ઓઈલ મીલ આવેલી છું તે મીલ હાલમાં બંધ છે પરંતુ તેની માલિકી માટેનું કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હોય તેની પ્રક્રીયા ચાલુ છે.

તે દરમ્યાન મૂળ ખંભાળીયાના વતની ગુલાબદાસના મીલમાં ગઈ તા. ૨૭ની બપોરે જામનગરના અમર મહેન્દ્રભાઈ મોદી, મહેન્દ્રભાઈ વનરાવન મોદી, વિશાલ મહેન્દ્રભાઈ મોદી તથા ત્રણ અજાણ્યા શખ્સે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો.

અશોક ઓઈલ મીલના કમ્પાઉન્ડમાં આવેી ગુલાબરાયની મીલના મુખ્ય દરવાજાના તથા ઓફિસના તાળા તોડી નાખી ઉપરોક્ત છએય શખ્સોએ નુકસાની સર્જી હતી. આ મીલનો દાવો અદાલતમાં પેન્ડીંગ હોવાનું જાણતા હોવા છતાં આરોપીઓએ તેના મૂળ માલિક પાસેથી આ પ્લોટ વેચાતો લઈ ઉપરોક્ત ધમાલ મચાવ્યાની ગુલાબરાયે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૨૭, ૪૪૮, ૧૪૩ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit