| | |

તળાવમાં ઝંપલાવી પ્રેમીયુગલની આત્મહત્યા

જામનગર તા.૦૨ઃ જામનગરના મિગ કોલોની વિસ્તાર પાસે આવેલા તળાવના પાછળના ભાગમાં ગઈકાલે મોડી સાંજે એક યુવાન અને સગીરાએ ઝંપલાવ્યું હતું જેની જાણ થતાં ફાયરની ટીમે સગીરાનો અને પછી લાંબી શોધખોળના અંતે યુવાન મૃત્તદેહ તળાવમાંથી બહાર કાઢ્યાં હતાં. આ પ્રેમી યુગલ એક થવામાં થનારા વિલંબથી ડરીને એકસાથે મરી જવાનો નિર્ણય કરી તળાવમાં પડ્યાં હોવાનું તારણ મળવા પામ્યું છે.

જામનગરના એસટી ડેપો પાછળ આવેલી મીગ કોલોની નજીક તળાવના પાછળના ભાગમાં ભરાતી શાકમાર્કેટના તળાવના ભાગમાં ગઈકાલે સાંજે આઠેક વાગ્યે કોઈ વ્યક્તિઓએ ઠેકડો માર્યાની જાણ કોઈએ ફાયરબ્રિગેડને કરતા ફાયરના જવાનો તે સ્થળે ધસી ગયા હતાં. અંધારામાં તળાવના ૫ાણી ખંખોળવામાં આવતા તેમાંથી એક તરૃણીનો મૃતદેહ સાંપડ્યો હતો. તે પછી પણ ફાયરબ્રિગેડે પાણીમાં અન્ય વ્યક્તિ હોવાની આશંકાથી શોધખોળ યથાવત રાખતા મોડીરાત્રે એક યુવાનનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

આ બાબતની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડની કામગીરી નિહાળવા ટોળા ઉમટી પડ્યા હતાં. જેમાંથી કોઈએ તરૃણીને ઓળખી બતાવતા જામનગરના દિગ્વિજય પ્લોટ ૪૫માં આવેલા ગણેશફળીમાં રહેતા હિમતભાઈ બચુભાઈ મકવાણા નામના વાલ્મિકી પ્રૌઢના પરિવારને જાણ કરાતા દોડી આવેલા મકવાણા પરિવારના સભ્યોએ આ તરૃણી પોતાની પુત્રી ભૂમિ (ઉ.વ. ૧૪) હોવાનું ઓળખી બતાવ્યું હતું.

તે પછી મોડીરાત્રે તળાવમાંથી સાંપડેલા યુવાનની ઓળખ પણ થવા પામી હતી. આ યુવાન પણ ગણેશ ફળીમાંજ રહેતો કુલદીપ છગનભાઈ પરમાર (ઉ.વ. ૧૯) હોવાનું બહાર આવ્યું છે.

બન્ને મૃતદેહોને પોલીસે પીએમ માટે ખસેડી સન્ની ભીખુભાઈ મકવાણાનું નિવેદન નોંધ્યું છે. વધુમાં ખુલ્યા મુજબ એક જ વિસ્તારમાં રહેતા યુવાન કુલદીપ અને તરૃણી ભૂમિ વચ્ચે થોડા સમય પહેલાં પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમી યુગલ લગ્નગ્રંથિથી જોડાવા માટે થનગનતુુ હતુ પરંતુ બન્નેની ઉંમર હજુ નાની હોય લાંબો વિરહ સહન કરવો પડે તેમ હતો. સંભવિત રીતે કદાચ તે કારણથી જ આ યુગલે ગઈકાલે સાંજે પોતાના ઘરેથી નીકળી ગયા પછી મિગ કોલોનીના તળાવના ભાગમાં ઝંપલાવી આત્મહત્યા વ્હોરી લીધી છે. પી.એસ.આઈ. વી.કે. રાતિયાએ તપાસ હાથ ધરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit