કાલાવડ હોમગાર્ડઝ યુનિટ દ્વારા કોરોના રાહત માટે સી.એમ.ફંડમાં રૃા. ૪૧,૬૬૬ અર્પણ

જામનગર તા. ૨૯ઃ જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડી તથા સબ ઈન્સ્પેક્ટર ઈન્સ્ટ્રક્ટર ડી.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ કાલાવડ હોમગાર્ડઝ યુનિટના ઓફિસર કમાન્ડીંગ વિનોદભાઈ તાળા તથા (પ્લાન્ટુન કમાન્ડર) રામભાઈ મેવાડા તથા (ક્લાર્ક) શિવરાજસિંહ જાડેજા તથા હોમગાર્ડઝ જવાનોએ રાષ્ટ્રીય મહામારી કોવિડ-૧૯ કોરોના જેવા મહામારીના સમયમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૃા. ૪૧,૬૬૬નો ફાળાનો ચેક મામલતદાર ને અર્પણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડ્યું છે. આ રકમમાં હોમગાર્ડઝ એ.બી.વ્યાસએ રૃા. ૧૧,૧૧૧ તથા એસ.એ.રાવલ રૃા. ૫૫૫૫નો વ્યક્તિગત ફાળો આપી અનોખી પહેલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હોમગાર્ડઝ જવાનો પોલીસની સાથે ખભે ખભા મિલાવી સતત રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે. નિષ્કામ સેવાના સૂત્રને ચરિતાર્થ કરતા આ હોમગાર્ડઝ જવાનોને યુનિટના અધિકારીઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા, તેમ હોમગાર્ડ યુનિટ કાલાવડએ જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit