Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ ડિવિઝન દ્વારા જન્માષ્ટમીના તહેવાર દરમિયાન યાત્રધામ દ્વારકા માટે વિશેષ ટ્રેનો દોડશે

ગાંધીનગર-રાજકોટથી દ્વારકા વચ્ચેના ઘણાં સ્ટેશનો પર થોભશે

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાજકોટ ડિવિઝન સંબંધિત વિવિધ રૂટો પર ૪ જોડી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો જોઈએ તો ટ્રેન નં. ૦૯પર૭/ર૮ રાજકોટ-દ્વારકા-રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૩ સપ્ટેમ્બર ર૦ર૬ ના દ્વારકાથી ૬-પ૦ વાગ્યે ઉપડીને ૧ર વાગ્યે રાજકોટ પહોંચશે.

માર્ગમાં બન્ને દિશામાં આ ટ્રેન હાપા, જામનગર કાનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ હશે.

ટ્રેન નં. ૦૯પરર/ર૧ દ્વારકા-ગાંધીનગરકેપિટલ-દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન (૩-૩ ફેરા), ટ્રેન નં. ૦૯પરર દ્વારકા-ગાંધીનગર કેપિટલ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૩, ૪ અને પ સપ્ટેમ્બર ર૦ર૬ ના દ્વારકાથી ૬-પ૦ વાગ્યે .પડીને તે જ દિવસે ૧૭ વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે. પરત દિશામાં ટ્રેન નં. ૦૯પર૧ ગાંધીનગર કેપિટલ-દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૩, ૪ અને પ સપ્ટેમ્બર ર૦ર૬ ના ગાંધીનગર કેપિટલથી ર૦ વાગ્યે ઉપડીને બીજા દિવસે પ-પ૦ વાગ્યે દ્વારકા પહોંચશે. માર્ગમાં બન્ને દિશાઓમાં આ ટ્રેન ભાટિયા, ખંભાળિયા, કાનાલુસ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ, આંબલી રોડ અને ચાંદલોડિયા બી કેબિન સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ હશે.

ટ્રેન નં. ૦૯પ૩૩ રાજકોટ-દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૩, ૪, પ અને ૬ સપ્ટેમ્બર ર૦ર૬ ના રાજકોટથી ર૦ વાગ્યે ઉપડીને બીજા દિવસે ૧-ર૦ વાગ્યે દ્વારકા પહોંચશે. પરત દિશામાં ટ્રેન નં. ૦૯પ૩૪ દ્વારકા-રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૪, પ, ૬ અને ૭ સપ્ટેમ્બર ર૦ર૬ ના દ્વારકાથી ૧-પ૦ વાગ્યે ઉપડીને તે જ દિવસેે ૬-રપ વાગ્યે રાજકોટ પહોંચશે. માર્ગમાં બન્ને દિશાઓમાં આ ટ્રેન હાપા, જામનગર, કાનાલુસ, ખ્ભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ હશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh