જામનગર : પિસ્તોલ અને ત્રણ જીવંત કારતૂસ સાથે ધરપકડ

જામનગર તા. ૧૩ઃ જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર વસઈથી સરમત ગામ વચ્ચે પસાર થતા મધ્યપ્રદેશના એક શખ્સના કબજામાંથી પોલીસે હાથ બનાવટની પિસ્તોલ તથા ત્રણ જીવંત કારતૂસ પકડી પાડી રિમાન્ડની તજવીજ કરી છે.

જામનગર જિલ્લામાં કેટલાક શખ્સો પાસે ગેરકાયદેસર હથિયાર હોય તેઓને શોધી કાઢવા અને હથિયારો કબજે કરવા જિલ્લા પોલીસવડા શરદ સિંઘલે કરેલા આદેશના પગલે હાથ ધરવામાં આવેલા કોમ્બીંગ દરમ્યાન સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શનિવારે કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા વસઈ ગામ પાસેથી પસાર થતા એક શખ્સ પાસે બંદુક હોવાની બાતમી પરથી વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમ્યાન વસઈથી સરમત ગામ તરફના રોડ પર પરથી પસાર થયેલા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઉમરવડા ગામના મહેશ લાલુભાઈ તોમર નામના આદિવાસી શખ્સને શકના આધારે રોકવામાં આવી પોલીસે તેની તલાસી લેતા આ શખ્સના કબજામાંથી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. જેમાં ત્રણ જીવંત કારતૂસ લોડ કરેલા હતાં. પોલીસે રૃા. ૫૦૦૦ની પિસ્તોલ અને કારતૂસ કબજે કર્યા છે. આ શખ્સ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે અને તેણે આ હથિયાર ક્યાંથી મેળવ્યું વિગેરે અનુત્તર પ્રશ્નોના જવાબ મેળવવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

close
Ank Bandh 26 January
close
PPE Kit