Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આર્યસમાજ સંચાલિત
જામનગર તા. ૪: શ્રી આર્યસમાજ-જામનગર સંચાલિત શ્રમીદ્ દયાનંદ કન્યા વિદ્યાલયની શાળાકીય રમતોત્સવમાં વિજેતા બનેલી વિદ્યાર્થિનીઓ રાજ્યકક્ષાએ રમવા જશે.
અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત શ્રી આર્યસમાજ-જામનગર અંતર્ગત આર્ય વિદ્યાસભા-જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય જામનગરની વિદ્યાર્થિનીઓએ અન્ડર-૧૯ અને અન્ડર-૧૭ માં વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
એથ્લેટિક્સમાં ઝોન કક્ષાએ અન્ડર-૧૯ મા ર૦૦ મી. દોડ અને ઊંચી કૂદમાં કુા. ચૌહાણ મોક્ષાબા જયસિંહએ પ્રથમ ક્રમાંક, ૧૦૦ મી. દોડમાં કુ. પોમલ હેત્વી પરેશભાઈએ દ્વિતીય ક્રમાંક, ૪૦૦ મી. દોડમાં કુ. સાબાણી તબસુમ સબીરભાઈએ દ્વિતીય ક્રમાંક, ૧પ૦૦ મી. દોડમાં કુ. ધારાણી જાનવી લખમણભાઈએ દ્વિતીય ક્રમાંક અને ૩૦૦૦ મી. દોડમાં કુ. જેપાર ચેતના વસંતભાઈએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે, જેમાંથી ૧પ૦૦ મી. દોડમાં કુ. ધારાણી જાનવી લખમણભાઈએ જિલ્લા કક્ષાએ પણ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી અને રાજ્ય કક્ષાએ રમવા જશે.
અન્ડર-૧૯ યોગાશનની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કુ. પરજિયા સૃષ્ટિ પ્રફુલભાઈએ દ્વિતીય ક્રમાંક, કુ. જાડેજા કિંજલ ભીખુભાએ તૃતીય ક્રમાંક, કુ. કંચવા યુક્તિ બહાદુરસિંહએ ચતુર્થ ક્રમાંક તેમજ કુ. ગંગાજળિયા ખુશાલી હિતેશભાઈએ પંચમ્ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જે બહેનો આગળ રાજ્યકક્ષાએ ભાગ લેશે.
સંસ્થાના પ્રમુખ દિપકભાઈ ઠક્કર, માનદ્ મંત્રી ધવલભાઈ બરછા તથા સર્વે પદાધિકારીઓ, કારોબારી સભ્યો અને શાળાના આચાર્ય પ્રફુલ્લાબેન રૂપડિયાએ તમામ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial