| | |

મોડી રાત્રી સુધી ધમધમતી નોનવેજની રેંકડીઓ બંધ કરાવવા રાજપૂત સમાજે પાઠવ્યું આવેદનપત્ર

જામનગરના સાત રસ્તા સર્કલ પાસે ઊભી રહેતી નોનવેજની એક રેંકડીએ ગયા શુક્રવારની રાત્રે સામુ જોવા જેવી સામાન્ય બાબતે એક ગરાસીયા યુવાનની હત્યા થઈ ગઈ હતી. તે પછી આજે સવારે જામનગરના રાજપૂત સેવા સમાજ, રાજપૂત યુવા સંઘ તેમજ સમૂહ લગ્ન સમિતિના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજપૂત સમાજે જિલ્લા પોલીસવડા તથા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગેરકાયદેસર રીતે મોડીરાત્રી સુધી ધમધમતી નોનવેજની રેંકડીઓ બંધ કરાવવા રજુઆત કરી હતી. નગરના બેડીનાકા, જુના રેલવે સ્ટેશન, જી.જી. હોસ્પિટલ, વિકાસ ગૃહ રોડ, રામેશ્વરનગર વિસ્તાર, નવાગામ ઘેડ, પંચવટી, સરૃસેક્શન, ખોડીયાર કોલોની, ધરારનગર તેમજ હરિયા કોલેજ રોડ, એસટી ડેપો રોડ વિગેરે સ્થળે ખડકાતી નોનવેજની રેંકડીઓએ અવારનવાર સામાન્ય ઝઘડાથી માંડીને ગંભીર ગુન્હા બની રહ્યા છે. તેથી આ રેેંકડીઓને બંધ કરાવવા માંગણી કરાતા પોલીસવડા શરદ સિંઘલે આજ રાત્રિથી જ તમામ રેંકડીઓ પર કડક ચેકીંગ કરી ધોેંસ બોલાવવાનો આદેશ આપ્યો છે. ઈન્ચાર્ન કલેક્ટરે આવેદનપત્ર સ્વીકાર્યુ હતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit