જામનગર જિલ્લામાં તાલુકા મથકે યોજાશે વાહનના ફિટનેસ રિન્યુઅલ કેમ્પ

જામનગર તા. ૧ઃ વાહન-વ્યવહાર કમિશ્નરની કચેરીમાં થયેલ સૂચના મુજબ તાલુકા મથક ફિટનેસ રિન્યુઅલની કામગીરી માટે કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વાહનના ફિટનેસ કેમ્પમાં સામાજિક અંતર જળવાય રહે તે માટે રિન્યુઅલ માટે વાહનના છેલ્લા આંક મુજબ તેની નિર્ધારીત તારીખ અનુસાર ફિટનેસ કેમ્પ યોજાશે. આ માટે જામનગર મુ. નાઘેડી (આર.ટી.ઓ. બિલ્ડીંગના મેદાન)માં તા. ૪-૮-ર૦ર૦, ૧૦-૮-ર૦ર૦ ના રોજ ૧, ર અને ૩ નંબર ધરાવતા, પ-૦૮-ર૦ર૦, ૧૧-૮-ર૦ર૦ ના રોજ ૪,પ અને ૬, ૬-૬-ર૦ર૦, ૧૩-૮-ર૦ર૦ ના રોજ ૭ અને ૮-૭-ર૦ર૦, ૧૪-૮-ર૦ર૦ ના ૯ અને ૦, તા. ૧૭-૮-ર૦ર૦, ર૪-૮-ર૦ર૦ ના રોજ ૧ અને ર નંબર ધરાવતા ૧૮-૮-ર૦ર૦, રપ-૦૮-ર૦ર૦ ના રોજ ૩ થી ૪, ૧૯-૮-ર૦ર૦, ર૬-૮-ર૦ર૦ ના રોજ પ થી ૬, ર૦-૮-ર૦ર૦, ર૭-૮-ર૦ર૦ ના રોજ ૭ થી ૮ અને ર૧-૮-ર૦ર૦, ર૮-૮-ર૦ર૦ ના રોજ ૯ અને ૦ વાહન નંબર ધરાવતા વાહનોનું ફિટનેસ કરવામાં આવશે. ધ્રોલમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયોડીઝલના પંપ પાસે તા. ર૦-૮-ર૦ર૦ ના તમામ પ્રકારના વાહનોનું ઈન્સ્પેકશન કરવામાં આવશે. કાલાવડમાં જીઈબી ઓફિસની સામે, વાવડી રોડ ખાતે તા. ૧૪-૮-ર૦ર૦ ના તમામ પ્રકારના વાહનોનું ઈન્સ્પેકશન કરવામાં આવશે અને લાલપુર તથા જામજોધપુમાં તા. ૧૯-૮-ર૦ર૦ ના તમામ પ્રકારના વાહનોનું ઈન્સ્પેકશન કરવામાં આવશે. માત્ર ઉપર જણાવેલ સ્થળ અને તારીખ ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફિટનેસ થશે. ફિટનેસ રિન્યુઅલ માટે આવતા અરજદારો ઓનલાઈન અરજી અને ફી પેમેન્ટ કરીને વાહનને લાગુ પડતા ફિટનેસ કેમ્પના સ્થળ, તારીખ અને વાહનના છેલ્લા આંક મુજબ ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.

close
Ank Bandh
close
PPE Kit