Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પાણીનો બગાડ કરતા
જામનગર તા. ૪: જામનગરમાં સંભવિત જળ સંકટ વચ્ચે મહાનગરપાલિકા દ્વારા ગોકુલનગર ઝોનમાં સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અને પાણીનો બગાડ કરતા ૩ આસામીના નળ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. અને ૧૪૩ને નોટીસ પાઠવાઈ છે. તથા રૂ।. ૪૧ હજારની દંડનીય વસુલાત કરવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર દિપેશ કેડીયાની સૂચનાથી વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર અલ્પેશ ધારવીયા દ્વારા ગોકુલનગર ઝોન વિસ્તારમાં પાણીના બગાડ અંગે ખાસ ટીમો પાસે ચેકીંગ કરાવાયુ હતું. ચેકીંગ ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી અને પાણીનો બગાડ કરતા ૧૪૩ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી અને રૂ।. ૪૧ હજારની દંડનીય વસુલાત કરવામાં આવી હતી. સાથે ત્રણ આસામીઓના નળ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા.
આ વર્ષે વરસાદ અપૂરતો થયો છે. ડેમોમાં પાણીની આવક પણ પૂરતી થવા પામી નથી ત્યારે લોકોને પાણીનો ઉપયોગ સમજદારીથી કરવા અને પાણીનો બગાડ નહીં કરવા તંત્ર દ્વારા સૂચન કરાયુ હતું. જેના અનુસંધાને પાણીનો બગાડ અંગે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial