Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અરેરારી પ્રસરીઃ
જામનગર તા. ૧૭: જામનગરના રણજીત સાગર રોડ પર આશીર્વાદદીપ સોસાયટી-રમાં રહેતા એક યુવાને ઘરની નબળી બની ગયેલી આર્થિક પરિસ્થિતિથી કંટાળી જઈને સપ્તાહ પૂર્વે ઝેરના પારખા કર્યા પછી આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલપાર્ક નજીકની આશીર્વાદદીપ સોસાયટી-રમાં વસવાટ કરતા સાગરભાઈ પ્રવીણભાઈ કટારમલ (ઉ.વ.૩પ) નામના ભાનુશાળી યુવાને ગઈ તા.૮ ઓગસ્ટની સવારે પોતાના ઘરે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
આ બાબતની જાણ થતાં પરિવારજનોએ સાગરભાઈને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સાગરભાઈનું મૃત્યુ નિપજ્યું છે. આકાશભાઈ હસમુખભાઈ કટારમલે પોલીસને જાણ કરી છે. એએસઆઈ ડી.વી. પરમારે મૃતદેહનો કબજો સંભાળી આકાશભાઈનું નિવેદન નોંધ્યંુ છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ સાગરભાઈના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી બની જતા કંટાળી ગયેલા આ યુવાને સપ્તાહ પૂર્વે ઝેરના પારખા કર્યા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial