બોલો, લોકડાઉનમાં વતન વાપસી સમયે કેટલા શ્રમિકોના મૃત્યુ થયા, કેન્દ્રને નથી ખબર!

સંસદમાં સરકારનો બેશરમ સ્વીકાર

નવી દિલ્હી તા. ૧૫ઃ લોકડાઉન દરમિયાન વતન તરફ જઈ રહેલા શ્રમિકો પૈકી કેટલાના મૃત્યુ થયા, તે સરકારને ખબર જ નથી, આ અંગેનો બેશરમીભર્યો સ્વીકાર પણ સંસદમાં થયો છે.

કોરોનાના લઈને માર્ચ એન્ડીંગમાં જાહેર થયેલા લોકડાઉનની ૫છી બેરોજગાર થઈ ગયેલા શ્રમિકો ભૂખ્યા-તરસ્યા પોતાના રાજ્યોમાં આવેલા ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે સેંકડો, શ્રમિકો જુદી-જુદી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકાર પાસે આ રીતે મૃત્યુ પામેલા શ્રમિકોનો કોઈ આંકડો જ ઉપલબ્ધ નથી! કોરોના કાળમાં યોજાયેલા ચોમાસુ સત્રમાં સરકારે બેશરમીભર્યો સ્વીકાર કર્યો કે સરકાર પાસે પ્રવાસ શ્રમિકોના મૃત્યુનો કોઈ આંકડો જ ઉપલબ્ધ નથી. લોકડાઉન દરમિયાન કેટલા મજુરોની રોજગારી છીનવાઈ ગઈ, તે અંગે પણ સરકારે હજુ સુધી કોઈ સર્વે કરાવ્યો નથી. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સાંસદોએ સંસદમાં ૨૩૦ અતારાંકિત પ્રશ્નો પૂછ્યા હતા. તેમાંથી ૩૦થી વધુ સવાલો શ્રમ અને રોજગાર વિભાગને લગતા હતા, અને તેના અડધો અડધ પ્રશ્નો પ્રવાસી શ્રમિકોના મૃત્યુ, તેઓની છીનવાઈ ગયેલી રોજગારી અને સરકાર દ્વારા લેવાયેલા પગલા અંગેના હતા, જેના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે પ્રવાસી શ્રમિકોના મૃત્યુ કે છીનવાયેલી રોજગારી અંગેનો કોઈ ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી. બીજી તરફ સ્વૈચ્છિક સંસ્થા લાઈફ ફાઉન્ડેશને ૨૪ માર્ચથી બીજી જૂન-૨૦૨૦ વચ્ચે ૧૯૮ પ્રવાસ મજૂરો મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું હતું. જેમાં તા. ૧૬મી મે ના મોરૈયાના અકસ્માતમાં ૨૪ પ્રવાસ મજૂરોના જીવ ગયા હતા, તેમ જ આઠમી મે ના મહારાષ્ટ્રમાં ટ્રેન નીચે કચડાતા ૧૬ અને ૧૪ મી મે ના મધ્યપ્રદેશના ગુનામાં ૮ મજૂરો અકસ્માતમાં માર્યા ગયા તેનો સમાવેશ થાય છે.

close
Ank Bandh
close
PPE Kit