| | |

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓનો જીપીએફનો પ્રશ્ન ઉકેલાયો

ખંભાળીયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લો સ્વતંત્ર જિલ્લો થવાને સાતમું વર્ષ ચાલે છે, છતાં શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓના સમગ્ર જિલ્લાના જી.પી.એફ. એકાઉન્ટ જુના જિલ્લા જામનગરમાં રાખેલ છે. જી.પી.એફ. કપાત દ્વારકા જિલ્લામાં થાય અને ઉપાડ-લોન જામનગર જિલ્લામાં મળે...! એક તબક્કે જામનગર જિ.શિ. દ્વારા બંધ કરી દેવામાં આવતા તથા દ્વારકા જિ.શિ.એ પોતાનો રોલ આમાં ન હોય, હાથ ઉંચા કરી દીધા હતાં...! સ્થિતિ એવી થઈ કે બે-અઢી વર્ષથી રીટાયર્ડ થયેલાને વ્યાજ પણ નહીં મળતા મધ્યમ પરિવારો-પટાવાળા, ક્લાર્ક, શિક્ષકો-આચાર્યો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતં.

આ અંગે આચાર્ય સંઘના અગ્રણીઓ હિતેન્દ્રભાઈ આચાર્ય, જગમાલભાઈ ભેટારિયા, કે.ડી. ગોકાણી, સુધાકરભાઈ, જિલ્લાના કર્મચારીને સાથે રાખીને વારંવાર જામનગર જઈને કાર્યવાહી કરાવી મદદ કરીને કામગીરી કરાવતા તેનું ફળ મળ્યું છે. બે-અઢી વર્ષના નિવૃત્ત થયેલા કર્મચારીઓને ચેક મળવા લાગતા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit