| | |

વેલનાથનગરમાં પ્રૌઢ પર મહિલા સહિત ચારનો હુમલોઃ કર્યું ફ્રેક્ચર

જામનગર તા. ૨૨ઃ જામનગરના ગુલાબનગરમાં સસ્તા અનાજની દુકાને માલ લેવા ગયેલા યુવાન પર વોર્ડવાળા તથા અન્ય સાતે હુમલો કરી માર માર્યો હતો જ્યારે વેલનાથનગરમાં એક પ્રૌઢ પર મહિલા સહિત ચારે હુમલો કરી ફ્રેક્ચર કર્યું હતું.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ પાસે વસવાટ કરતા જયેશભાઈ દામજીભાઈ નકુમ બુધવારની રાત્રે પોતાના ઘર પાસે આવેલા દિલીપભાઈ ગોસ્વામીના વોર્ડ પર પોતાને મળવાપાત્ર થતો માલસામાન લેવા માટે ગયા હતાં.

ત્યાં પંડિત દિનદયાલ ભવન ધરાવતા દિલીપભાઈએ અનાજ દેવાની જયેશભાઈને ના પાડી ઝઘડો કર્યા પછી કેટલાક વ્યક્તિઓને બોલાવતા ત્રણ શખ્સો ધસી આવ્યા હતાં. તે પછી કુલ આઠ શખ્સોએ જયેશભાઈને લાકડી, પાઈપ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. જેની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરના વેલનાથ નગર-૧માં રહેતા મુક્તાબેન સુરેશભાઈ આશુદ્રા નામના કોળી મહિલાના પતિ સુરેશભાઈ પર ગઈકાલે રાત્રે નજીકમાં જ રહેતા જીત ઉર્ફે ભગો ગીરધરભાઈ કોળી, મનિષ કોળી, ગીતાબેન ગીરધરભાઈ અને ભગાના પિતરાઈ ભાઈ જીગ્નેશે ધોકા, ચેઈન, પાઈપ વડે હુમલો કર્યો હતો. આ વ્યક્તિઓએ ઈંટોના છૂટા ઘા પણ કર્યા હતાં. અગાઉ મુક્તાબેનની પુત્રીને બોલાવવાના મુદ્દે ઝઘડો થયા પછી ગઈકાલે ઉપરોક્ત શખ્સો તૂટી પડ્યા હતાં. તેઓએ સુરેશભાઈનું નાક ભાંગી નાખ્યું હતું. જેની મોડીરાત્રે મુક્તાબેને સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit