પ્રેમલગ્ન કર્યા પછી પતિ સાથે મનદુઃખ થતા યુવતીનો ગળાફાંસો

મામાના ઘેર આવી ભર્યુ પગલુંઃ

જામનગર તા. ૨૯ઃ જામનગરના લાલવાડી આવાસમાં રહેતા એક યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર યુવતી પતિ સાથે મનદુઃખ થતા મામાના ઘેર રીસામણે આવી ગઈ હતી જ્યાં તેમણે ગણાફાંસો ખાઈ લેતા અરેરાટી પ્રસરી છે.

જામનગરના હાપા રોડ પર આવેલી લાલવાડી નજીકના આવાસના બ્લોક નં. ૩૭/૮માં વસાવટ કરતા દર્શનભાઈ જયસુખભાઈ કેલૈયા નામના વિપ્ર યુવાને ત્રણેક વર્ષ પહેલાં નમ્રતાબેન મરાઠી (ઉ.વ. ૨૨) સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. ત્યારપછી આવાસમાં રહેતા આ દંપતી વચ્ચે થોડા દિવસ પહેલાં કોઈ બાબતે મનદુઃખ થતા નમ્રતાબેન નગરના જુના રેલવે સ્ટેશન પાસે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરવાળી ગલીમાં રહેતા નાનીના ઘેર ચાલ્યા આવ્યા હતાં. પ્રેમલગ્ન પછી પતિ સાથે મનમુટાવ થતા મનોમન વ્યથીત રહેતા આ યુવતીએ શનિવારે રાત્રે દસેક વાગ્યા પછી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ તેણીના મામા સુનિલભાઈ દેવાભાઈ ભગતને થતા તેઓએ ભાણેજને નીચે ઉતારી ચકાસતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતાં.

આ બનાવની પોલીસને જાણ કરાતા પીએસઆઈ કે.કે. પરમાર ધસી ગયા હતાં. તેઓએ મૃતદેહનો કબજો સંભાળી મામા સુનિલભાઈનું નિવેદન નોંધ્યુ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit