દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૫૭ હજાર કેસઃ કુલ સંક્રમિતો ૧૭ લાખની નજીક

નવી દિલ્હી તા.૧ ઃ દેશમાં કોરોનાનું સંક્રમણ અટકાવાનું નામ નથી લઈ રહ્યું, દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૫૭ હજારથી વધુ કેસ નોંધાતા કુલ આંકડો ૧૭ લાખ નજીક પહોંચી ગયો છે.  તમામ પ્રયાસો છતાં ભારતમાં કોરોના વાયરસના નવા કેસના રેકોર્ડ દરરોજ તૂટી રહ્યો છે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારના તાજા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ ના સૌથી વધુ ૫૭,૧૧૭ નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કુલ સંક્રમિત કેસોની સંખ્યા ૧૭ લાખના આંકડાની નજીક પહોંચી ગઈ છે અને કુલ સંક્રમિતોની સંખ્યા ૧૬,૯૫,૯૮૮ થઈ ચૂકી છે આ દરમ્યાન ૭૬૪ લોકો મોત થઈ ચૂકયા છે ત્યારબાદ કુલ મૃતકોની સંખ્યા ૩૬,૫૧૧ થઈ ગઈ છે તો અત્યાર સુધીમાં ૧૦,૯૪,૩૭૪ લોકો આ વાયરસને મહાત આપીને સાજા થઈ ગયા છે. રિકવરી રેટ મામૂલી વધારા થયો છે. ૬૪.૫૨ ટકા થઈ ગયો છે તો પોઝિટિવ રેટ પણ ૧૦.૮૬ ટકા થઈ ચૂકયો છે. જુલાઈ મહિનામાં કોરોનાના કેસ ઝડપથી વધતા દેખાયા. ૧ જુલાઈ થી ૩૧ જુલાઈની વચ્ચે કુલ સંક્રમિતોના ૬૪ ટકા કેસ સામેલ છે તો ત્યાં ૫૪ ટકા મોત આ સમયગાળા દરમ્યાન થયા છે. એકલા જુલાઈમાં ૧૦,૮૨,૨૩૨ કેસ સામે આવ્યા છે. જો કે કુલ કેસના ૬૩.૬૯ ટકા છે તો આ મહિનામાં ૧૯૬૧૮ લોકોના મોત થયા છે જે સમયની સાથે ભારતમાં ટેસ્ટની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit