Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેકટરશ્રી ભાવિન પંડયાની અધ્યક્ષતામાં
જામનગર તા. ૯: જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જરૂરી ધારાધોરણો પરિપૂર્ણ કરતી નવી રાહત ભાવની દુકાનોને મંજૂરી આપવા અંગે સમિતિના સભ્યો દ્વારા ચર્ચા કરાઈ હતી. સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો ખોલવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ જે અરજીઓ અંગે મામલતદારઓ દ્વારા ચકાસણી કરી તાલુકા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના અભિપ્રાય માટે દરખાસ્ત રજુ થતા તે અંગે યોગ્ય નિર્ણય કરવા સમિતિની બેઠકમાં ચર્ચા થઈ હતી.
બેઠકમાં જામનગર શહેરમાં ગોકુલનગર, મુરલીધરનગર, સરદારનગર, ગોકુલનગર જકાતનાકા વિસ્તાર, ભાવસાર ચકલા વિસ્તાર, મહાકાળી ચોક ઢીંચડા રોડ, મોહનનગર તથા યોગેશ્વરનગર, જામનગર ગ્રામ્યમાં ઠેબા, જોડીયા, જામજોધપુરમાં નંદાણા ગીંગણી, પાટણ-પરડવા, તથા સમાણામાં નવી દુકાનો ખોલવા અંગે મામલતદાર તરફથી રજુ થયેલ દરખાસ્તો અન્વયે નિર્ણય લેવા ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં મેયર વિનોદ ખીમસુર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, જિલ્લા પુરવઠા અધિકારી બારડ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial