જી.જી. હોસ્પિટલમાં આઉટસોર્સીંગથી કરાશે નર્સીંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા

જામનગર તા. ૭ઃ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સ્ટાફની અછત ઊભી થતાં નર્સિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના જુના બિલ્ડીંગ તેમજ કોવિડ વોર્ડ સહિતની આરોગ્યલક્ષી સેવામાં નર્સિંગ સ્ટાફની મોટા પ્રમાણમાં ઘટ્ટ ઊભી થઈ રહી છે. ત્યારે આઉટ સોર્સિંગ મારફતે ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, અને ર૦૦ જેટલા નર્સિંગ સ્ટાફની ભરતી કરવામાં આવી રહી છે. જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી ગયું ોવાથી જી.જી. હોસ્પિટલ પર ભારણ વધ્યું છે. હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગ તેમજ જુના અલગ-અલગ વોર્ડમાં દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. જેને લઈને પેરામેડિકલ સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. જેને પહોંચી વળવા માટે જી.જી. હોસ્પિટલના તંત્ર દ્વારા નર્સિંગ સ્ટાફની ભરતીની પ્રક્રિયાઓ હથ ધરવામાં આવી રહી છે.

મળતા અહેવાલો મુજબ એમ.જે. સોલંકી નામની ખાનગી પેઢી દ્વારા આઉટસોર્સિંગથી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની હંગામી ધોરણે ભરતી કરવામાં અવાી રહી છે. જેઓને પ્રતિમાસ રૃા. ૧૩,૦૦૦ ના પગાર ધોરણથી હોસ્પિટલમાં સેવા આપવા માટેના કોલ અપાયા છે. જેના ભાગરૃપે આજે પ૮ નર્સિંગ સ્ટાફ કે જેઓએ (જી.એન.એમ.) નર્સિંગનો કોર્સ કરેલો હોય અથવ બીએસસી થયેલા હોય તેવા તમામ ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે, અને આ પ્રક્રિયા અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેઓ પાસેથી બે સપ્તાહ માટે કોવિડ બિલ્ડીંગમાં જ્યારે બે સપ્તાહ માટે જનરલ વિભાગમાં સારવાર માટેની કામગીરી કરાવવામાં આવશે. કુલ ર૦૦ થી વધુ નર્સિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

close
Ank Bandh 29 March
close
PPE Kit