| | |

મુખ્યમંત્રીની 'હું પણ કોરોના વોરિયર' વીડિયો કોન્ફરન્સમાં જોડાયા પૂનમબેન માડમ

જામનગર તા. રરઃ જામનગર સંસદીય મત વિસ્તારના સંસસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી સાથે વીડિયો કોન્ફરન્સના ખાસ સંવાદમાં ભાગ લીધો હતો તેમજ 'હું પણ કોરોના વોરિયર' અભિયાનના પ્રારંભે સાંસદ પૂનમબેન માડમએ સૌ નાગરિકોને આરોગ્ય પ્રત્યે કાળજી લેવા વિશેષરૃપે અનુરોધ કર્યો હતો. આ વીડિયો કોન્ફરન્સના ખાસ સંવાદમાં ભાગ લઈ સંસદસભ્ય પૂનમબેન માડમએ કોવિડ-૧૯ સામેના જંગમાં 'કોરોના હારશે ગુજરાત જીતશે'ની સજ્જતા વ્યક્ત કરી હતી. કોવિડ-૧૯ સામેનો જંગ અવિરત છે ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીજી દ્વારા 'હું પણ કોરોના વોરિયર અભિયાન' પ્રારંભ કરાયું છે. જેના સંદર્ભમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ નાગરિકો માટે વિશેષથી જણાવ્યું છે કે અત્યારે લોકડાઉન હળવું થયું છે, પરંતુ સંક્રમણ સામે સતર્કતાની તાતિ જરૃર છે, ત્યારે આપણે સૌ આરોગ્યની કાળજી લેવા વધુ જાગૃતિ કેળવીએ અને પરિવારના બાળકો-વડીલોનું ધ્યાન રાખીએ. માસ્ક જરૃર પહેરીએ, ભીડ ન કરીએ, દો ગજ કી દૂરીનો ચૂસ્ત અમલ કરી, કોરોનાને મ્હાત આપવા સૌ સાથે મળી હંમેશાં સજ્જતા કેળવીએ તેવો નમ્ર અનુરોધ લોકોને સાંસદ પૂનમબેન માડમે કર્યો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit