Advertisement
Author: નોબત સમાચાર

ગાંજાનું વાવેતર કરનાર નગડીયા ગામના શખ્સને પાંચ વર્ષની કેદ-દંડ

પાંચ વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં પાંચ વર્ષ પહેલાં એસઓજીએ પાડેલા દરોડામાં એક ખેતર સ્થિત મકાનના ફળીયામાંથી ગાંજાનું વાવેતર અને સુકો ગાંજો મળી આવ્યો હતો. કુલ સવા લાખનો ગાંજો કબજે કરી આરોપી સામે ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતા આરોપીને પાંચ વર્ષની સખત કેદ તથા રૂ।.૨૦ હજારનો દંડ ફટકારાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં એક ખેતર સ્થિત મકાનમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી મળતા ગઈ તા.રર-૮-ર૧ના દિને દ્વારકા એસઓજીએ લખમણભાઈ ઠેબાભાઈ ખીસ્તરીયાના ખેતરમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી ગાંજાના ૪૭ છોડ મળી આવ્યા હતા.

અંદાજે રૂ।.૧૨૩૬૧૦ની કિંમતના ૧૨.૩૬૧ કિલો ગ્રામ વજનમાં ગાંજો તેમજ ૨૯૦ ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો. એસઓજીએ રૂ।.૧૨૬૫૧૦નો ગાંજો કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ ખંભાળિયાની અદાલતમાં ચાલી જતાં અદાલતે એનડીપીએસ એક્ટની કલમ ૨૦ (બી) (આઈ) હેઠળ ચાર વર્ષની સખત કેદ, રૂ।.૧૫ હજારનો દંડ, સુકો ગાંજો રાખવા બદલ એનડીપીએસ એક્ટની કલમ ૨૦ (બી) (આઈ) (આઈ) (એ) હેઠળ એક વર્ષની કેદ અને રૂ।.પ હજારનો દંડ ભરવા તથા બંને સજા અલગ અલગ ભોગવવાનો હુકમ કરતા આરોપીને કુલ પાંચ વર્ષની કેદ તથા રૂ।.૨૦ હજારનો દંડ થયો છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh